મુશ્કેલી:થોરાળી તળાવના લિકેજ પાળાથી તળાવ ખાલીખમ થવાની ભીતિ

સિહોર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા બાદ તળાવ ભરેલુ રહે તો ખેતી માટે ફાયદાકારક

જળ એ જ જીવન છે. અને જળ એટલે કે પાણી બચાવવા માટે અત્યારે સૌ કોઇ પ્રયત્નશીલ છે. અને વધતી વસતીના અનુપાતમાં પાણીના સ્ત્રોત છે એ વધવાના નથી. આથી પાણી સંગ્રહ માટેના જે સ્થાનો છે ત્યાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થાય એ પણ એટલું મહત્વનું હોય છે. સિહોર તાલુકાના છેવાડે આવેલ થોરાળી ગામે આવેલ તળાવમાંથી ચોમાસામાં ભરાયેલ પાણી લિકેજ થવાને કારણે ધરતીપુત્રોમાં આ બાબતે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

આ વરસે થોરાળી ગામ સહિત સમગ્ર પંથકમાં સારો વરસાદ પડવાને કારણે થોરાળીના તળાવમાં સારા પ્રમાણમાં નીરનો સંગ્રહ થયો હતો.પરંતુ આ તળાવનો પાળો લિકેજ હોવાને કારણે તળાવના પાળામાંથી પાણી વહી જાય છે પરંતુ તંત્રની લાપરવાહી ગણો કે બેદરકારી પણ આ બાબતને ગંભીર ન ગણતા તળાવમાં પાણી લિકેજ થઇને વેડફાઇ રહ્યું છે.

તળાવનો પાળો શા માટે રિપેર કરવો જરૂરી
જો તળાવ ભરેલું રહે તો આજુબાજુના વાડી વિસ્તારના બોર અને કૂવાના તળ ઊંચા આવે. થોરાળી,વરલ અને માંડવાળી ત્રણ ગામના ધરતીપુત્રોને લાભ થાય. તેઓ શિયાળું,ઉનાળું પાક લઇ શકે.

અન્ય સમાચારો પણ છે...