માવઠાની અસર:ભાવનગર જિલ્લાના સિહોરમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ

સિહોર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉનાળુ પાકને નુકશાનીની ભીતિ
  • બપોર સુધી બફારા બાદ વાતાવરણમાં પલટો અને માવઠુ વરસતા કેરીના પાકને નુકશાન

ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આજે બપોર સુધી ગરમી અને બફારો રહ્યાં બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદી ઝાપટું વરસી ગયું હતુ. જેથી ખાસ કરીને કેરીના પાક તેમજ ઉનાળુ પાકને નુકશાન થવાની ભીતિ છે. સિહોરમાં બપોર પછી બદલાયેલા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદથી પાકને નુકસાન થવા પામ્યું છે.

ગત વરસે ચોમાસાના અંતે અતિભારે વરસાદને કારણે ચોમાસું પાકને ભારે નુકસાન થયું હતું. અને ધરતીપુત્રોને આર્થિક નુકસાન સહન કરવાની નોબત આવી હતી. આ વરસે ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં વાતાવરણમાં પલટો આવતા કેરીનો પાક, ઉનાળું બાજરો સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે.

ગયા વરસે તૌકતે વાવાઝોડાએ આંબાઓનો મોટા પ્રમાણમાં કચ્ચરઘાણ વાળી દીધો હતો. અને આ વરસે કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાથી કેરીનો સ્વાદ અત્યારથી જ ખાટો બની જવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...