તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય અપુરતી મળી:વાવાઝોડા બાદ ખેડૂતોને થયેલા નુકશાનીના વળતરથી નારાજગી

સિહોર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાગાયતી પાકો સહિતમાં નુકશાન અનેકગણું પણ સહાય અપુરતી મળી

દોઢ માસ પૂર્વે સમગ્ર ગુજરાતમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતને તહસ નહસ કરી નાખ્યું હતું. અને એમાંય સૌથી વધારે નુકસાન ધરતીપુત્રોને થયું હતું. જેને કારણે ધરતીપુત્રોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. સરકાર આ અંગે વળતરની જાહેરાત કરી હતી. પણ આ વળતર ઓછું હોય વધારે વળતર ચુકવવા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અમિતભાઇ લવતુકા દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરાઇ છે.

લોકોની આજીવિકાનો મુખ્ય આધાર ખેતી હોય છે. અને વાવાઝોડાએ ગ્રામ્ય લેવલે ખેતીને મોટાપાયે નુકસાન કર્યુ હતું. જેથી ધરતીપુત્રોની આર્થિક કમર તૂટી ગઇ હતી. આથી ધરતીપુત્રોની માંગને ધ્યાને લઇ, સરકાર દ્વારા બાગાયતી પાકને નુકસાન થયું હોય તેના માટે સર્વે કર્યા બાદ તાજેતરમાં વળતર ચુકવવામાં આવ્યું.

પરંતું સિહોર તાલુકાના ધરતીપુત્રોને જે વળતર ચુકવવામાં આવ્યું છે તે વળતર 10 હજારથી 25 હજાર સુધીનું ચુકવવામાં આવ્યું છે. આ વળતર ઓછું કહેવાય. આ બાગાયતી પાકને જે નુકસાન થયું છે તેને વાડી બહાર કાઢવામાં પણ ખાસ્સો ખર્ચ લાગી ગયો છે. ઉપરાંત તંત્ર દ્વારા જે સર્વે કરાવવામાં આવ્યો છે તેમાં પણ વિસંગતતા છે. જયારે કેટલાક ધરતીપુત્રોના ખાતામાં હજી સુધી સહાયની રકમ પણ આવી નથી. આથી બાકી રહેલા ધરતીપુત્રોને વહેલી તકે વળતર ચુકવવા અને વળતરની સહાયની રકમ વધારવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...