મુસાફરોમાં રોષ:સિહોરમાં એસ.ટી.ડેપોની સુવિધા માટે સામુહિક પ્રયાસોની જરૂર

સિહોર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપેક્ષા }સિહોર તાલુકા મથક હોવા છતા વાયા બસ સ્ટેન્ડથી મુસાફરોમાં રોષ
  • આગળથી આવતી ઠસોઠસ બસમાં એનકેન પ્રકારે કરવી પડતી મુસાફરી

સિહોરએ ભાવનગર જિલ્લામાં ઔધોગિકક્ષેત્રે સતત હરણફાળ ભરી રહેલું અગ્રણી શહેર ગણાય છે. પરંતુ સિહોરને અનેક પ્રકારના અન્યાય થતાં હોય એવું સિહોરવાસીઓને લાગી રહ્યું છે. સિહોર તાલુકા મથક હોવા ઉપરાંત 78 ગામડાઓનો સમૂહ ધરાવતો તાલુકો હોવા છતાં આ શહેરમાં આજે પણ વાયા એસ.ટી સ્ટેન્ડ હોવાને કારણે આ શહેર અને તાલુકાના લોકોને પારાવાર હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.સિહોરમાં એસ.ટી.ડેપો બનાવીને લાંબા સમયની સિહોરની જનતાની માંગ સંતોષવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકના લોકો ખરીદી કરવા માટે સિહોર આવે છે લોકોને કલાકો સુધી એસ.ટી.ની રાહ જોયા પછી પણ એસ.ટી. ન મળતા આખરે તેઓએ નાછૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. સિહોર વાયા એસ.ટી સ્ટેન્ડમાંથી આજે પણ વરસોથી સિહોર -વરલ- ટાણા એક જ શટલ બસ છે. સિહોરએ એક એવા કેન્દ્રબિંદુ પર આવેલું શહેર છે કે જયાંથી પાલિતાણા, જેસર, ,અમરેલી ,આટકોટ ,રાજકોટ , જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, અંબાજી સહિતના નજીક કે દૂરના સ્થળોએ જવા માટે અહીંથી એસ.ટી. મળતી નથી.

STની સુવિધામાં સતત થઇ રહેલો અન્યાય
ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, પાલિતાણા, વલભીપુર સહીતના તાલુકા મથકોએ એસ.ટી. ડેપો હોય તો સિહોરને આટલો મોટો અન્યાય શા માટે ? સિહોરમાં ચાર-ચાર જી.આઇ.ડી.સી.ઓ આવેલી છે. ત્યાં કામ કરતા પરપ્રાંતીય મજુરો માટે લાંબા અંતરની એસ.ટી.ની કોઇ સુવિધા નથી. સિહોરવાસીઓને પાયાની સુવિધાઓથી પણ વરસોથી વંચિત રાખવામાં આવી રહ્યું છે.સિહોરના આગેવાનો આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી તેનો ચોકકસ ઉકેલ લાવે તેવી સિહોરવાસીઓ અને તાલુકા પંથકની જનતાની પ્રબળ માંગ છે.

અન્ય સમાચારો પણ છે...