લોકમાંગ:સિહોરના ગુંદાળા વિસ્તારમાં વીજ ધાંધિયાથી ભારે પરેશાની

સિહોર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંને વિસ્તાર શિહોરના મોટા વિસ્તાર ગણાય છે

હાલ સમગ્ર જીલ્લામાં ઉનાળાના અત્યંત કપરા દિવસો ચાલી રહ્યા છે. અત્યારે ધોમધખતા તાપમાં ગરમી સામે રક્ષણ મેળવવા વીજ ઉપકરણોની વિશેષ જરૂર રહેતી હોય છે. ત્યારે શિહોર તાલુકાના ગુંદાળા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ ધાંધિયા શરૂ થવાને કારણે આ વિસ્તારના રહીશોમાં વીજ તંત્ર વિરુધ્ધ આક્રોશ ફાટી નીકળ્યો છે.

સિહોરમાં ભાવનગર રોડ પર ગુંદાળા વિસ્તાર અને રામનગર વિસ્તાર આવેલા છે. આ બે વિસ્તાર એટલે સિહોરના મોટા વિસ્તાર ગણાય છે. છેલ્લા કેટલાક દિવસોથી આ બંને વિસ્તાર ઉપરાંત બજરંગદાસ સોસાયટી, નંદનવન સોસાયટી, અમરનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં વીજળી ઝબૂક થાય છે. અને લગભગ બપોરના શુમારે જ વીજળી ગુલ થાય છે. મધ્યાહનના તાપમાં ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધારે હોય છે.

આ સમયે જ વીજળી ગુલ થતાં આબાલવૃધ્ધ સૌ કોઇ માટે બપોરનો સમય પસાર કરવો કપરો બની જાય છે. ઉનાળાના આકરા દિવસો અને આટલું ઓછું હોય તેમ વીજ પ્રવાહની આવ-જાને કારણે આ વિસ્તારના રહીશો ત્રાહીમામ પોકારી જાય છે. આ બાબતને ગંભીર ગણી સિહોરનું વીજ તંત્ર રામનગર અને ગુંદાળા વિસ્તારમાં નિયમિત વીજ પુરવઠો પૂરો પાડે તેવી અપેક્ષિત લોકમાંગ છે.

અન્ય સમાચારો પણ છે...