મોંઘવારી ભથ્થું ચુકવવા માંગ:રાજયના કર્મચારીઓને મોંધવારી ભથ્થુ ચુકવવામાં સરકારની ભારે ઉદાસિનતા

સિહોર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રના ધોરણે દર છ માસે મોંઘવારી ભથ્થું ચુકવાતું હોય છે
  • કર્મચારીઓ, પેન્શનરોને 8 માસનું 4 % લેખે ચડતર મોંઘવારી ભથ્થું ચુકવવા માંગ

રાજય સરકાર દ્વારા તેમના કર્મચારીઓ અને પેન્શનરોને કેન્દ્રના ધોરણે દર છ માસે મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવતું હોય છે. આ મોંઘવારી ભથ્થું જે-તે વર્ષના જાન્યુઆરી અને જુલાઇ માસની અસરથી ચુકવવામાં આવતું હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા ગત તા.1/7/2022ની અસરવાળું મોંઘવારી ભથ્થું દિવાળીના તહેવારો દરમ્યાન જાહેર કરવામાં આવતું હોય છે. પરંતુ રાજય સરકાર દ્વારા આ બાબતે હજી ઉદાસીનતા જોવા મળતી હોય રાજયના કર્મચારીઓમાં આ બાબતે કચવાટ જોવા મળી રહ્યો છે.

રાજય સરકારના કર્મચારીઓને રાજય સરકાર દ્વારા ગત તા.1/1/2022ની અસરથી 34 ટકા લેખે મોંઘવારી ભથ્થું ચુકવવાનો આદેશ જારી કરાયો હતો. બીજી તરફ જુલાઇ માસની અસરથી એટલે કે તા.1/7/2022ની અસરથી કેન્દ્ર સરકારે 4 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. આથી કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોની હાલની મોંઘવારી 38 ટકા થઇ.

જયારે રાજયના કર્મચારીઓ અને પેન્શનરો હજી સુધી 34 ટકા લેખે જ મોંઘવારી ભથ્થું લે છે. રાજય સરકારે તેના કર્મચારીઓને તા.1/7/2022થી અસરથી 4 ટકા લેખે મોંઘવારી ભથ્થું ચુકવવાનું બાકી છે. અને જુલાઇથી ફેબ્રુઆરી સુધીની આઠ માસની મોંઘવારી ચડતર થઇ ગઇ છે. રાજય સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે તા.1/7/22થી બાકી રહેલ 4 ટકા મોંઘવારી વહેલી તકે જાહેર કરે તેવી કર્મચારીઓની માંગ ઊઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...