તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:આખરે સિહોરમાં નગરજનોને મળતું થશે શુધ્ધ પાણી

સિહોર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિહોરમાં દુષિત પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ વ્યાપક પ્રમાણમાં હતી. આ અંગે સૌરાષ્ટ્ર સમાચાર દૈનિક અખબારમાં અવારનવાર સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા.આ અંગેના સમાચાર બાદ આખરે તંત્ર જાગ્યું ખરું. અને દેર આયે દુરસ્ત આયેની માફક આખરે મોડે મોડે પણ સિહોર નગરપાલિકા દ્વારા ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરાયો છે.સિહોરમાં ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવાની નગરજનોની વર્ષો જૂની માંગ હતી. અને આ લોકમાંગ વચ્ચે નગરપાલિકાએ ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરતાં શહેરીજનોને હવે શુધ્ધ પાણી મળતું થશે. જેનાથી નગરજનોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્ટર પ્લાન્ટ કાયમી ધોરણે શરૂ રહે છે કે પછી ચાર દિન કી ચાંદની બની રહે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો