સિહોર શહેરમાં વધતું જતું પ્લાસ્ટિકના ઝબલાનું પ્રદૂષણ સિહોરવાસીઓ માટે શિરદર્દ સમાન બની ગયું છે. અનેક સ્થળોએ પ્લાસ્ટિકના ઝબલાના જોવા મળી રહ્યા છે. હાઇ-વે પર અનેક જગ્યાએ પ્લાસ્ટિકના ઝબલા જોવા મળે છે. ઠંડા પાણીના પાઉચ,શાકભાજી કે અન્ય ખરીદી બાદ ફેંકેલ ઝબલા,ઠંડા પીણાની બોટલો સહિતની પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ ગમે ત્યાં ફેંકી દીધેલી હાલતમાં પડી જોવા મળે છે.
આ પ્લાસ્ટિકના ઝબલાને બાળીને પણ તેનો નાશ કરી શકાતો નથી. તેને બાળવામાં પણ પર્યાવરણને ખાસ્સુ નુકસાન થાય છે. જો સિહોરમાં લોકો પોતાની જાતે પ્લાસ્ટિકના ઝબલાનો અત્યંત આવશ્યકતા હોય ત્યારે જ ઉપયોગ કરે તો આ પ્રદૂષણ ઘટી શકે તેમ છે.ઉપરાંત તંત્ર પણ આ બાબતે સતર્ક બની પ્લાસ્ટિકના પ્રદૂષણ સામે લાલ આંખ કરે તેની પણ ખાસ આવશ્યકતા છે. ગાયો પણ આ પ્લાસ્ટિકના ઝબલા ગાય ખાય જાય તો ઘણીવાર ગાયમાતાનું મોત પણ નીપજે છે.
સિહોરના વધતાં પ્લાસ્ટિક અને કચરાના પ્રદૂષણથી જંગલની સુંદરતામાં ઘટાડો
સિહોરનું જંગલએ સિહોરની આન, બાન અને શાન છે. આ જંગલમાં ધીમે-ધીમે પ્લાસ્ટિક અને અન્ય કચરાનું પ્રદૂષણ વધી રહ્યું છે. આ બાબત બેહદ ગંભીર છે. અને તેને વન વિભાગે ગંભીરતાથી લેવી જ જોઇએ. લોકોએ પણ જંગલની સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સ્વયંભુ વન વિભાગને સહકાર આપવો રહ્યો. આ બાબત બેહદ ગંભીર છે. અને તેને વન વિભાગે ગંભીરતાથી લેવી જ જોઇએ.
લોકોએ પણ જંગલની સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સ્વયંભુ વન વિભાગને સહકાર આપવો રહ્યો. અત્યારે તો આ જંગલમાં ધીમે-ધીમે પ્રદૂષણના પગરવ થઇ રહ્યા છે. પરંતુ આ બાબતે ઉદાસીનતા દાખવવામાં આવશે તો આ જંગલ પ્રદૂષિત થઇ જશે. અને જો આપણે પર્યાવરણ બચાવીશું તો પર્યાવરણ આપણને બચાવશે. આથી વન વિભાગ અને નગરજનોના સંયુક્ત અભિયાન થકી સિહોરની શોભા સમાન આ જંગલને રળિયામણું બનાવી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.