તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકારી કર્મચારીઓને તેમના વિભાગ અને સરકારના ધારાધોરણ મુજબ પ્રમોશન મળતું હોય છે. આ પ્રમોશન ત્યારે જ માન્ય ગણાય જયારે લોકલફંડ,ગાંધીનગર દ્વારા તેના પર મંજુરીની મહોર મારવામાં આવે.હાલ આ કચેરી ગાંધીનગર ખાતે કાર્યરત છે. જે અગાઉ દરેક જિલ્લાવાઇઝ હતી. આથી કર્મચારીઓને તેમના હકના નાણા મળવામાં લાંબો સમય લાગી રહ્યો છે. આ બાબતે કર્મચારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાજય સરકાર દ્વારા કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ માટે દરેક જિલ્લાવાઇઝ એક-એક લોકલ ફંડની કચેરી ઊભી કરવામાં આવી હતી. પરંતુ કોઇ બાબતે સરકારે છેલ્લા પાંચ-છ વરસથી આ કચેરી દરેક જિલ્લામાંથી બંધ કરી રાજયના પાટનગર ગાંધીનગર ખાતે ખસેડી લીધી છે. હવે સમસ્યા એ થઇ છે કે રાજયના 33 જિલ્લાના તમામ કેડરના કર્મચારીઓ અને અધિકારીઓની સર્વિસ બૂક ગાંધીનગર ખાતે મંજુરી માટે જાય. જેથી ગાંધીનગર ખાતે સર્વિસ બૂકનો મેળાવડો થઇ ગયો છે. અને લાંબા સમય સુધી ઉચ્ચતર પગાર ધોરણને મંજુરીની કામગીરી થઇ શકતી નથી. હાલમાં કોરોના કાળનું બહાનું ચલાવવામાં આવે છે.
દરેક કર્મચારીઓની સર્વિસ બૂક એક જગ્યાએ ભેગી થઇ જવાથી ત્યાંથી મંજુરીની મહોર લાગવામાં પણ ખાસ્સો સમય પસાર થઇ જાય છે.આથી કર્મચારીઓને તેમનું ઉચ્ચતર પગાર ધોરણનું પ્રમોશન સમયસર મળતું નથી. આથી કર્મચારી આલમમાં માંગ ઊઠવા પામી છે કે અગાઉ જે રીતે જિલ્લાવાઇઝ લોકલ ફંડની કચેરી હતી તે કચેરીઓ જિલ્લાવાઇઝ પુન: શરૂ કરવામાં આવે. જિલ્લાવાઇઝ લોકલ ફંડની જૂની કચેરી પુન: કાર્યરત કરવા અને આ કામગીરી ઓનલાઇન કરવામાં આવે તેવી કર્મચારી આલમની માંગ છે
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.