હાલાકી:તહેવારોમાં જ ટાણામાં વીજળીના ધાંધીયા

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિહોર તાલુકાના મોટા ટાણા ગામે છેલ્લા કેટલાક સમયથી વીજ ધાંધિયા વધી જવાથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઊઠયા છે.ટાણા ગામે હીરાના કેટલાય કારખાના આવેલા છે. જયાં આજુબાજુના ગ્રામ્ય પંથકના ભાંખલ,વરલ,બોરડી, કાજાવદર, અગિયાળી, ખારી, સખવદર, કનાડ, ઢુંઢસર સહિતના ગામોના રત્નકલાકારો આજીવિકા માટે આવે છે અને ગ્રામ્ય લેવલે ખેતી બાદ લોકોની આજીવિકા માટે હીરા ઉધોગ એકમાત્ર આધાર છે હીરા ઉધોગ માટે વીજ પુરવઠો જરૂરી છે પરંતુ જયારે વીજ પુરવઠો જ નિયમિત રીતે અનિયમિત થઇ જતો હોય ત્યારે આજીવિકા કેવી રીતે કમાવવી તેવો સવાલ સર્જાતો હોય છે.અત્યારે બેઋતુ વાતાવરણ હોવાથી બફારાનું પ્રમાણ વધી ગયું છે.

બાળકો, વૃધ્ધો અને મહિલા સહિતને હાલાકી ભોગવવી પડે છે. જેથી જીવજંતુઓનો પણ ત્રાસ રહેતો હોય છે.વીજ ધાંધિયાથી ટાણાવાસીઓ ત્રસ્ત બની ગયા છે. વીજ તંત્ર ટાણાવાસીઓની વીજ સમસ્યાના ઉકેલ માટે કોઇ ચોકકસ પગલાં લે તેવી જાંબાળાવાસીઓની માંગ છે.હાલમાં હવે દિવાળીના તહેવારો પણ શરૂ થયા છે ત્યારે લોકો તહેવારો રોશનીથી ઉજવી શકે.

અન્ય સમાચારો પણ છે...