હાલાકી:સિહોરમાં તંત્રની બેદરકારીથી લાંબા સમયથી થઇ રહયો છ પાણીનો વેડફાટ

સિહોર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ પર પાણી લીકેઝથી લોકો અનુભવી રહયાં છે હાલાકી
  • એક તો સિહોરના કેટલાય વિસ્તારોમાં પાંચથી સાત દિવસે પાણી વિતરણ થઇ રહ્યું છે બીજી તરફ તંત્રની લાપરવાહી

જૂના સિહોરમાં રામનાથ રોડ પર એક જગ્યાએ વાલ્વમાંથી છેલ્લા છ એક માસથી અમૂલ્ય પાણી વેડફાઇ રહ્યું છે. હાલમાં સિહોરના કેટલાય વિસ્તારોમાં પાંચથી સાત દિવસે પાણી વિતરણ થઇ રહ્યું છે. નગરજનો પાણી માટે શિયાળાની શરૂઆતના તબક્કે જ પાણી માટે પરેશાની ભોગવી રહ્યા છે તો બીજી તરફ તંત્રની લાપરવાહીને કારણે જળ એ જ જીવન એવું પાણી વેડફાય રહ્યું છે. જૂના સિહોરમાં રામનાથ રોડ પર બેથી ત્રણ જગ્યાએ પાણી લિકેજ છે. આથી રોજ સવારે આમાંથી પાણી લિકેજ થાય છે. આ બધું પાણી રોડ રેલાયા કરે છે.

જેનાથી આ રોડ પરથી પસાર થતાં રામનામ મહાદેવના દર્શનાર્થે જતાં ભાવિક ભક્તજનો કે રાહદારીઓને આ વહેતા પાણીમાં પરથી પસાર થવું પડે છે. આ રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. આથી આ ખાડા પાસે વાહન પહોંચે કે ખાડામાંથી સીધું ડહોળું પાણી બીજા વાહનચાલકના કપડાં પર ઊડે. આ રોડ પરથી દિવસ દરમ્યાન ધ્રુપકા, ખાંભા, ભડલી, સાગવાડી, દેવગાણા, અગિયાળી, રબારિકા, જૂના જાળિયા સહિતના નાના-મોટા આઠ –દસ ગામોના વાહનચાલકો પસાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...