વિરાસત:જાળવણીના અભાવે સિહોરના સુરકાના ડેલાની વિસરાતી જતી અણમોલ વિરાસત

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમયની અનેક થપાટો ખાઇને જર્જરીત હાલતમાં ઊભો છે દરવાજો
  • {દરવાજાની અસલ રોનક પરત લાવવા માટે તંત્ર જરૂરી પગલાં લેશે તો જ શોભા અને ગરિમા જળવાઇ રહેશે

સિહોર તેના દેદીપ્યમાન અને જાજવલ્યમાન ઐતિહાસિક વારસા માટે સમગ્ર જિલ્લામાં મશહુર છે. સિહોરમાં આજે પણ એવા કેટલાય સ્થળો છે જે સિહોરની જાહોજલાલીની સ્મૃતિ કરાવે છે. ઇતિહાસના પૃષ્ઠોમાં સિહોરનું પ્રાચીન નામ આજે પણ સિંહપુર આલેખાયેલું છે. સિહોરની ફરતે એક સમયે ગાઢ વનરાજી પણ હતી. અને એ સમયે રાની પશુઓ કે ચોર -લુંટારાઓ સામે રક્ષણ મેળવવા માટે તે સમયના રાજા-મહારાજાઓએ સિહોરને કિલ્લાઓથી સુરક્ષિત બનાવ્યું હતું. એ સમયનો એક ઐતિહાસિક વારસો અને સિહોરની આન,બાન અને શાન એટલે આજનો સુરકાનો દરવાજો !

આજે કદાચ ઘણા લોકોને એ પણ ખબર નહીં હોય કે સિહોરમાં સુરકાનો દરવાજો કયાં આવેલો છે ? સમયની અનેક થપાટો ખાઇને આજે આ દરવાજો અત્યંત જર્જરીત હાલતમાં ઊભો છે. એક સમયે સુરકા તરફ જવા માટેનો આ એક માત્ર માર્ગ હતો. આજે અહીંથી સુરકા અને ટાણા તરફ જવાનો રસ્તો છે. પરંતુ અહીંથી પસાર થનાર કોઇ વ્યકિતને આ દરવાજો જોઇને એવું ન લાગે કે એક દિવસના સમયે આ દરવાજો સિંહપુરનું રક્ષણ કરતો હશે ! આજે તો આ દરવાજો લગભગ ખંડેર જેવો બની ગયો છે

અન્ય સમાચારો પણ છે...