તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેરાનગતિ:સિહોર-ભડલી રોડની બિસ્માર હાલતથી વાહનચાલકો પરેશાન

સિહોર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાત કિલોમીટરનો રસ્તો ઘણા સમયથી બિસ્માર

પાણી, ગટર, રોડ-રસ્તા અને સ્ટ્રીટલાઇટ આ જનસુવિધા પાયાની મુખ્ય સુવિધાઓ ગણાય છે. આ સુવિધાઓ આપવામાં તંત્ર જયારે વામણું પુરવાર થાય ત્યારે સ્વાભાવિકપણે જ લોકોમાં આ બાબતે કચવાટ જોવા મળતો હોય છે. સિહોર તાલુકાના ભડલી–સિહોર માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હોય આ માર્ગને રિ-કાર્પેટ કરવાની લોકમાંગ પ્રબળ બની રહી છે.સિહોરથી ભડલી સુધીનો સાત કિલોમીટરનો રસ્તો છેલ્લા ઘણા સમયથી સાવ તુટી ગયો છે. રોડ પર મોટા-મોટા કપચા બહાર ધસી આવ્યા છે. અનેક જગ્યાએ મોટા-મોટા ખાડા પડી ગયા છે.

આ રોડ પરથી પસાર થનારને ઊંટસવારીનો અહેસાસ થઇ રહ્યો છે. આ રોડ પરથી અગિયાળી, દેવગાણા, રબારિકા, ભડલી, ધ્રુપકા સહિતના ગામોના વાહનચાલકો પસાર થાય છે. આ રોડ પર અનેક જગ્યાએ બાવળના ઝુંડ પણ વધી ગયા છે. વચ્ચે એક નાળું આવે છે તે નાળું પણ સાવ તૂટી ગયું છે. આ રોડ પરથી પસાર થતાં વાહનચાલકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. મગરની પીઠ જેવો આ માર્ગ રાહદારીઓને નાકે દમ લાવી દે છે. આ માર્ગને ટનાટન બનાવવા માટે તંત્ર વહેલામાં વહેલી તકે યોગ્ય કદમ ઊઠાવે તેવી લોકમાંગ છે.

રોડ મંજુર થઇ ગયો છે
સિહોર –ભડલી રોડ મંજુર થઇ ગયો છે.મોટાભાગની વહીવટી પ્રોસેસ પણ પૂર્ણ થઇ ગઇ છે. આગામી થોડા સમયમાં આ રોડને રિ-કાર્પેટ કરવાની કામગીરી શરૂ થઇ જશે.- દિલીપભાઇ ઠાકોર, ના.કા.ઇ.માર્ગ અને મકાન વિભાગ, સિહોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો