તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખુ યોગદાન:કેન્સર ડે નિમિતે આજે પોતાના વાળનું દાન કરશે ડો.સ્મિતાબેન

સિહોર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેન્સરના દર્દીઓ માટે ડોક્ટરે આપેલું અનોખુ યોગદાન
 • કેન્સરમાં વાળ ગુમાવનાર બહેનને વીગ બનાવવા માટે મોકલી અપાશે

સૌંદર્ય એ સ્ત્રીનું આભુષણ છે. આ આભુષણોમાં સ્ત્રીને પોતાના વાળ (કેશ) બેહદ પસંદ હોય છે. આજે 4થી ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે નિમિતે કુ.સ્મિતા વનરા પોતાના કેશ વીગ બનાવવા માટે અર્પણ કરશે. તેણીના પિતા નટવરલાલ દેશ-વિદેશમાં વૈધ તરીકેની ખ્યાતિ ધરાવે છે. અને અનેક લોકોના અસાધ્ય રોગો મટાડીને ખૂબ જ માનવીય સેવા કરી છે.

માતા-પિતાના સદગુણો અને સંસ્કાર વારસો તેમના સંતાનોમાં આવતો હોય છે. સ્મિતાબેન વનરા નટવરલાલના નાના દીકરી છે. અને વડોદરા ખાતે નેચરોપથી કોર્સના અંતિમ વર્ષના વિદ્યાર્થિની છે. તેઓ આજે તા.4/2ને ગુરુવારે સવારે 10 કલાકે લીલા સર્કલ પાસે આવેલા ફિગરો થે યુનિસેકસ સલોન ખાતેથી પોતાના માથાના વાળ ઉતરાવી અમદાવાદ ટાટા મેમોરિયલ હોસ્પિટલ ખાતે કેન્સરમાં વાળ ગુમાવનાર બહેનને વીગ બનાવવા માટે મોકલી આપશે. અને કેન્સર ડેની અનોખી ઉજવણી કરશે. આમ, ડો.સ્મિતાબેન ગૌરવ સંવેદનાસભર કામ કરીને કેન્સર જાગૃતિમાં પોતાનું અનોખું યોગદાન આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો