તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેખિતમાં રજુઆત:પાંચતલાવડા ગામમાં છાત્રોને પ્લાસ્ટિકના ચોખાનું વિતરણ

સિહોર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં રજુઆત
  • ચોખાના વિતરણ બાદ વાલીઓની ફરિયાદ : ચોખા ગુણવત્તા સાથે ફોર્ટીફાઇડ છે, નાયબ મામલતદાર

હાલમાં ધો.6થી 8નું ઓફલાઇન શિક્ષણ બે-ત્રણ દિવસથી શરૂ થયું છે. જયારે ધો.1થી 5નું શિક્ષણ હજી ઓનલાઇન જ ચાલે છે. આથી સરકાર દ્વારા કોરોના સંક્રમણની મહામારીને નાથવા માટે હજી સુધી મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવ્યું નથી. આથી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને દર માસે ઘઉં અને અનાજ વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત સિહોર તાલુકાના પાંચતલાવડા ગામે પ્લાસ્ટિકના ચોખા જોવા ચોખાનું વિતરણ કરાતા ગામલોકોએ મધ્યાહન ભોજનના અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરેલ.

સિહોર તાલુકાના પાંચતલાવડા ગામે પ્રાથમિક શાળાના બાળકોને ઘઉં-ચોખાનું વિતરણ કરાતું હતું. પરંતુ આ ચોખા લઇને બાળકો ઘેર લઇને જતાં, તેઓના વાલીઓએ આ ચોખા જોતા તેઓને આ ચોખા પ્લાસ્ટિકના લાગેલ. આથી ગામના સરપંચ અને આગેવાનો શાળાએ ગયેલ અને સિહોર મામલતદાર કચેરીના મધ્યાહન ભોજનના નાયબ મામલતદાર રાઠોડ સાથે ટેલિફોનિક વાતચીત કરેલ.

જે અનુસંધાને તેઓએ જણાવેલ કે આ ચોખા ફોર્ટીફાઇડ કરેલ હોવાનું જણાવેલ. પરંતુ જો ફોર્ટીફાઇડ કરેલ ચોખા હોય તો દરેક બેગમાં તેનું મિશ્રણ હોવું જોઇએ. પરંતુ સ્કૂલમાં રહેલ અન્ય બેગમાં આ પ્રકારના ચોખા જોવા મળેલ નહીં. આ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અસમંજસ છે. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...