તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકારી કર્મચારીઓના GPFના ખાતા એસ.એમ.એસ.થી જોડવાની કામગીરી હાથ ન ધરાતા કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે.સરકારે એક વરસ પહેલાં વર્ગ-4 સિવાયના કર્મચારીઓના ખાતા મોબાઇલ સાથે જોડવા માટે પરિપત્ર કરેલ.
ગુજરાત સરકારના નાણા વિભાગે ગત તા.19/5/17ના રાજય સરકારના સામાન્ય ભવિષ્ય નિધિ (GPF)ખાતુ ધરાવનાર (વર્ગ-4 સિવાય)ના કર્મચારીઓને તેમના ખાતામાં નાણાકીય લેવડ-દેવડ અંગેની માહિતી સંબંધિત કર્મચારીના મોબાઇલ નંબર પર એસ.એમ.એસ. દ્વારા આપવા રાજય સરકાર દ્વારા પરિપત્ર કરી આદેશ જારી કરવામાં આવેલ. ભારત સરકાર અને રાજય સરકાર દ્વારા તા.01/04/2005 પછી પૂર્ણ વેતનમાં આવ્યા હોય તેમના માટે વર્ધિત પેન્શન યોજના (CPF) શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં જોડાયેલા કર્મચારીઓના પગારમાંથી દર મહિને કેટલા રૂપિયા બચત પેટે કાપી લેવામાં આવ્યા છે તેની જાણ તેઓને એસ.એમ.એસ. દ્વારા કરવામાં આવે છે. જયારે જી.પી.એફ. ધરાવતા કર્મચારીઓની સંખ્યા ખાસ્સી છે.
સરકારે આ કર્મચારીઓ માટે પરિપત્ર તો કર્યો, પરંતુ ઉપલા અધિકારીઓ આ પરિપત્રને ઘોળીને પી ગયા. અને ત્રણ વરસ જેટલો સમયગાળો વીતી ગયો હોવા છતાં જિલ્લામાં સૌથી મોટો સમૂહ ધરાવતા શિક્ષકોના GPF એકાઉન્ટ તેમના મોબાઇલ નંબર જોડવા માટેની કોઇ કામગીરી હાથ ધરાઇ નથી. જેને કારણે શિક્ષક આલમમાં રોષ જોવા મળી રહ્યો છે. જિ. પંચાયતના સંબંધિત વિભાગ દ્વારા આ બાબતે સત્વરે કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શિક્ષક આલમમાં માંગ ઊઠવા પામી છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.