સિહોર તાલુકાના સાગવાડીથી જૂના જાળિયા સુધીનો માર્ગ બિસ્માર બની જવાને કારણે આ માર્ગને રિ-કાર્પેટ કરવાની લોકમાંગ ઊઠવા પામી છે. સિહોર પાસેના સાગવાડીથી જૂના જાળિયા વચ્ચેનો માર્ગ સાવ ઊખડખાબડ બની ગયો છે.
આ માર્ગમાં અનેક જગ્યાએ મોટાં-મોટાં ખાડા પડી ગયા છે. કયાંક ક્યાંક પથ્થરો બહાર ધસી આવ્યા છે. આ માર્ગ પરથી પસાર થનારને ઊંટ સવારીનો અહેસાસ થઇ રહ્યો છે. આ માર્ગ ખોડિયાર મંદિર કે ભાવનગર તરફ જવાનો ટૂંકો માર્ગ છે.
આ માર્ગ પરથી ટાણા પંથકના ટાણા, મઢડા, લવરડા, બુઢણા, સખવદર, સર, સાગવાડી, કનાડ,જાંબાળા, કાજાવદર, જૂના જાળિયા, સહિતના કેટલાય ગામોના વાહનચાલકો પસાર થતાં હોય છે. ધ્રુપકા અને જૂના જાળિયા ગામના વિદ્યાર્થીઓ આ જ માર્ગેથી સિહોર અભ્યાસ માટે આવ-જા કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.