તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાની:વિદ્યાર્થીઓને બેન્ક ખાતા ખોલાવવામાં પડતી મુશ્કેલી

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને વિવિધ કામોમાં માટે બેન્ક ખાતું જરૂરી છે ત્યારે વાલીઓ-વિદ્યાર્થીઓને ધકકા

જૂન માસમાં શાળાઓ ખુલ્યા બાદ શાળાઓમાં બાળકોને નવો પ્રવેશ આપવામાં આવતો હોય છે અને શાળાઓમાં પ્રવેશ બાદમાં ધો.1ના વિધાર્થીઓના બેંક ખાતા ખોલવાની પ્રોસેસ હાથ ધરાતી હોય છે. એમાં ગ્રામ્ય લેવલે વિધાર્થીઓને ખાતા ખોલવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.

ગ્રામ્ય લેવલે મોટાભાગે નજીકના ગામની બેંક ફાળવવામાં આવતી હોય છે. સિહોર તાલુકાના ધ્રુપકા ગામને દેવગાણા ગામે આવેલ બેંક ઓફ બરોડા ફાળવવામાં આવી છે. આ ગામના લોકોના ખાતા બેંક ઓફ બરોડા દેવગાણા ખાતે આવેલા છે. તેઓના સંતાનોના ખાતા પણ આ જ બેંકમાં છે. ધો.1માં પ્રવેશ લેતા બાળકોની શિષ્યવૃતિ કે ફુડના માટે જે-તે વિદ્યાર્થીઓનું ખાતું હોવું જરૂરી છે. આ માટે વાલીઓ જયારે બાળકનું બોનાફાઇડ લઇને બેંકમાં જાય છે ત્યારે તેઓને બેંક ફોર્મ ભરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ગ્રામ્ય લેવલે મોટાભાગના વાલીઓ અભણ અથવા ઓછું ભણેલા હોય છે. તેઓને અંગ્રેજી કે હિન્દીનું એટલું એટલું જ્ઞાન હોતું નથી. આ વાલીઓ જયારે બેંકમાં જાય છે ત્યારે બેંક દ્વારા તેઓને સહાય કરવાને બદલે 9 કિલોમીટર દૂર શાળાએ મોકલી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...