આદેશ:પગાર ધોરણની ઓનલાઇન કામગીરી આડે આવતી મુશ્કેલી

સિહોર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇનથી કામગીરી ઝડપથી આગળ વધશે પણ
  • સરકારે ભાવનગર સહિત પાંચ જિલ્લાઓમાં કામગીરી ઓનલાઇન કરવાનો આદેશ કર્યો છે

ગાંધીનગર સ્થિત લોકલ ફંડની કચેરી દ્વારા રાજયભરમાં છઠ્ઠા- સાતમા પગારપંચ તેમજ ઉચ્ચતર પગાર ધોરણના કેસો વિલંબમાં મૂકાતા ઓનલાઈનની માંગ કરાયેલી અને સરકારે પ્રારંભિક ધોરણે પાંચ જિલ્લાઓના કર્મચારીઓ માટે પગારધોરણની કામગીરી ઓનલાઇન કરવાનો આદેશ જારી કર્યો હતો.

પ્રાયોગિક ધોરણે જામનગર, ભરૂચ, ભાવનગર, અમરેલી અને બનાસકાંઠા એમ પાંચ જિલ્લાની તમામ કચેરીના (પ્રાથમિક શિક્ષકો સહિત) ઉચ્ચતર પગાર ધોરણ તા.15.9.21થી ઓનલાઇન મારફત રજુ કરવા જણાવ્યું હતું.

સરકાર દ્વારા પગાર ધોરણની કામગીરી ઓનલાઇન કરવાના આદેશ બાદ સર્વરમાં ખામીને કારણે પ્રાથમિક શિક્ષકોના કેસ હજી સુધી ઓનલાઇન થઇ શકયા નથી. આ તો બકરું કાઢતા ઊંટ પેઠું એવો ઘાટ થયો અને ઉચ્ચતર પગાર ધોરણની કામગીરી ઓનલાઇન કરવાના આદેશ બાદ કર્મચારીઓમાં આશા બંધાણી હતી કે હવે ઝડપથી આ કામગીરી આગળ વધશે. પણ 15.9.21ના આદેશ બાદ હજી સુધી આ બાબતે કોઇ નકકર કામગીરી ન થતાં કર્મચારી આલમમાં આ બાબતે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...