તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સિહોરમાં સ્ટ્રીટલાઇટ પ્રશ્ને હાલાકી

સિહોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સિહોરમાંથી રાજય ધોરી માર્ગ પસાર થતો હોય હાઇ-વે પર સ્ટ્રીટલાઇટ વહેલી બંધ થઇ જવાને કારણે અકસ્માતની સંભાવનાઓ વધી જાય છે. હાલમાં શિયાળો ચાલી રહ્યો હોય પૂરતુ અજવાળું ન થાય ત્યાં સુધી સ્ટ્રીટલાઇટ શરૂ રહે તે અત્યંત જરૂરી છે. સિહોર ભાવનગર રોડ પર સર્વોત્તમ ડેરી સુધી અને રાજકોટ રોડ પર ગરીબશાપીર સુધી વિસ્તરી ગયું છે. પરંતુ સિહોરમાં વડલા ચોકથી દાદાની વાવ સુધીના એક કિલોમીટર સુધીના વિસ્તારમાં જ સ્ટ્રીટલાઇટનું અસ્તિત્વ છે.

જયારે દાદાની વાવથી સર્વોત્તમ ડેરી સુધી અને રેસ્ટ હાઉસથી ગરીબશાપીર સુધીના વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ માટે પોલ તો ઊભા કરી દીધાને પણ બે-એક માસ થઇ ગયા,પરંતુ કોઇ અકળ કારણોસર નગરપાલિકાને આ પોલમાં લેમ્પ લગાવવાનું મુહૂર્ત આવતું જ નથી ! અને જે એક કિલોમીટર જેટલા વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ છે તેમાં અમુક બંધ હોય, અમુક શરૂ હોય. જે શરૂ છે તે પૈકીની ટાવરથી દાદાની વાવ સુધીની સ્ટ્રીટલાઇટ વહેલી સવારે જ બંધ કરી દેવામાં આવે છે. શિયાળાને કારણે નગરજનો મોર્નિંગ વોકમાં નીકળતા હોય. નવી સ્ટ્રીટલાઇટના ઠેકાણા નથી. પણ જે છે તે પણ બરાબર તે માટે નગરપાલિકા તાકીદે કાર્યવાહી કરે તેવી નગરજનો અપેક્ષા રાખી રહયાં છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો