તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનગી વાહનો સામે કાર્યવાહીની માંગ:સિહોરમાં ST બસ સ્ટેશન પાસે ખાનગી વાહનોનો જમાવડો

સિહોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસ.ટી.ના પેસેન્જરોને ખેંચવાની કરાતી પેરવી
  • એસ.ટી.ને આર્થિક નુકશાન થતું હોય તંત્ર દ્વારા ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવા ઉઠતી માંગ

અત્યારે દિવસે -દિવસે લોકોની પરિવહનની સુવિધા પ્રત્યેની અપેક્ષાઓ વધી રહી છે. એક સમયે એસ.ટી.ની સુવિધા લોકોમાં વગોવાયેલી હતી. આજે એ જ એસ.ટી.ની સુવિધા નવી એસ.ટી. ઓ સાથે મુસાફરોને વિશેષ સુવિધાઓ આપી રહી છે. લોકો વધુને વધુ સંખ્યામાં એસ.ટી.નો લાભ લઇ રહ્યા છે. પરંતુ સિહોર એસ.ટી. પાસે જ રોડ પર ખાનગી વાહનોનો ઊભા રહે છે. અને આગળના સ્ટેશને મુસાફરોને બુમો પાડે છે. જેને કારણે એસ.ટી. વિભાગને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.

આ અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની જરૂરિયાત છે. સિહોરમાંથી ભાવનગર - રાજકોટ રાજય ધોરી માર્ગ પસાર થઇ રહ્યો છે. જેમાં સિહોરમાં બસ સ્ટેશન પાસે જ આખો દિવસ નાના-મોટા ખાનગી વાહનોનો જમાવડો હોય છે. અને તેના કલિનરો રાજકોટ, પાલિતાણા, અમરેલી, જામનગર જવાની બૂમો પાડતા હોય છે. જેને કારણે એસ.ટી.ના મુસાફરો આ ખાનગી વાહનો તરફ ખેંચાતા હોય છે. તાજેતરમાં જ રાજય પરિવહન વિભાગે રાજયમાં અનેક નાની એસ.ટી.ઓ અનેક ડેપોને આપી છે.

અને આ નાની એસ.ટી.ઓ પણ મુસાફરોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવે છે. એસ.ટી. ડેપો પાસે ખાનગી વાહનોને ઊભા રાખીને ખુલ્લેઆમ પેસેન્જરોને બૂમો પાડવી એ નિયમની વિરુધ્ધ છે. આમ છતાં તંત્ર આ બાબતે સાવ ઉદાસીન હોય એવું મુસાફરોને લાગી રહ્યું છે. અને એસ.ટી.ને આર્થિક નુકસાન કરવાની પેરવી હોય એવું પણ અહીં આવતા મુસાફરોને લાગી રહ્યા છે. આ અંગે એસ.ટી. વિભાગના અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરી, આ પ્રથા બંધ કરાવે તે એસ.ટી.ના જ હીતમાં છે.

અન્ય સમાચારો પણ છે...