તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:દિવ્યાંગ બાળકોના પુન:વસન માટે નેતાઓનો દેખાડો : શિક્ષક સંઘ

સિહોર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગો પોતાના હકથી રહે છે વંચિત : નક્કર પગલા લેવાવા જોઇએ
  • દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપી શકે તેવા સ્પેશ્યલ એજયુકેટરની નિમણુંક કરો

ગુજરાત રાજયની સરકારી ધો.1થી 12ની શાળાઓમાં અભ્યાસ કરતાં દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને પુન:વસન માટે આઇ.ઇ.ડી. અંતર્ગત ધોરણ:1થી 8માં કાર્ય કરતાં સ્પેશિયલ એજયુકેટર અને આઇ.ઇ.ડી.એસ.એસ. યોજના હેઠળ ધો.9થી 12માં કાર્ય કરતાં વિશિષ્ટ શિક્ષકોને મર્જ કરીને ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના જે –તે કલસ્ટરમાં નિમણૂક આપી ધોરણ :1થી 12ની તમામ શાળાઓમાં અભ્યાસ કરતાં દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને પુન: વસન માટે દરેકને ટેબ્લેટ આપી, એક સરખી કામગીરી સોંપવામાં આવેલ છે. જે અંગે સરકારે સતર્કતા દાખવવી જરૂરી બની ગઇ છે.

2016માં એકવીસ પ્રકારની દિવ્યાંગતાને સામેલ કરવામાં આવી હતી. સરકારી શાળાઓમાં દિવ્યાંગ બાળકોનું નામાંકન કરવામાં આવે તો તેઓને વિવિધ સરકારી લાભો મળે છે. પરંતુ વાસ્તવમાં આર.ટી.ઇ.એ.સી.ટી. 2009 મુજબ મફત અને ફરજિયાત શિક્ષણના હકોથી વંચિત રાખવામાં આવે છે. શાળામાં દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપી શકે તેવા સ્પેશિયલ એજયુકેટરની નિમણૂક કરવામાં આવી નથી. સામાન્ય બાળકોને જે શિક્ષકો અભ્યાસ કરાવતા હોય તેઓ પાસે દિવ્યાંગ બાળકોની દિવ્યાંગતાને અનુરૂપ વિશિષ્ટ તાલીમી જ્ઞાન ન પણ હોઇ શકે.

જેથી આ બાળકને વર્ગખંડના એકાદ ખૂણે બેસવાનો વારો આવે છે. સરકાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે માત્ર સંવેદના જ બતાવવામાં આવે છે. પરંતુ દિવ્યાંગ બાળકો માટે કોઇ નકકર પગલાં લેવાતા નથી. છેલ્લા 6-7 વર્ષથી દિવ્યાંગ બાળકોને સ્પેશિયલ એજયુકેટર દ્વારા બાળકની દિવ્યાંગતા મુજબ કાયમી અને નિરંતર શિક્ષણ મળી રહે તે માટે વિશિષ્ટ શિક્ષક સંઘ અને વાલીઓ દ્વારા અવારનવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે.પરંતુ તેનું કોઇ નિરાકરણ આવતું જ નથી.

મહેનતાણામાં પણ વહાલા દવલાની નીતિ
ધો.1થી 12ની તમામ શાળાઓના દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને પુન: વસન માટે કલસ્ટર કક્ષાએ એક સરખી કામગીરી સોંપવામાં આવે છે. જયારે આ કર્મચારીઓના મહેનતાણામાં એકને ગોળ અને બીજાને ખોળ જેવી વહાલા દવલાની ભેદભાવભરી નીતિ દાખવવામાં આવે છે.

દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને પુન:વસન માટે કામ કરતાં સ્પેશિયલ એજયુકેટરોને પણ સામાન્ય શિક્ષકોને મળતાં પગાર ભથ્થા સહિતના તમામ લાભ આપી, તેઓને શાળા કક્ષાએ દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે નિમણૂક આપવી જોઇએ. જેથી શાળામાં અભ્યાસ કરતાં દિવ્યાંગ બાળકોને પણ પોતાની દિવ્યાંગતાને અનુરૂપ શિક્ષણ મળી રહે તેવી વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...