તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ચુકવવા માંગ

સિહોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજય સરકારે કરકસરના ભાગરૂપે તા.1/1/2020થી મોંઘવારી ભથ્થું નવી અસરથી આપવાનું સ્થગિત કરી દીધું હતું. પરંતુ તા.1/7/19થી તા.31/12/2019 સુધીના છ માસ પૈકીના ત્રણ માસનું એરિયર્સ રાજય સરકારે ચૂકવી દીધા બાદ હવે બાકી રહેલા ત્રણ માસનું એરિયર્સ ચુકવવા રાજય સરકારના કર્મચારીઓની માંગ ઊઠી છે.

રાજય સરકારે તેના કર્મચારીઓને તા.1/7/19થી 17 ટકા લેખે મોંઘવારી દર ચુકવવાનું નકકી કરેલ. આ મોંઘવારીના 6 માસના હપ્તા પૈકીનો 3 માસનો પ્રથમ હપ્તો ગત ડિસેમ્બર :20માં ચૂકવી દેવામાં આવેલ.હવે બાકી રહેલ 3 માસનું મોંઘવારી ભથ્થું ચુકવવા માટે રાજય સરકાર દ્વારા વહેલી તકે જાહેરાત કરવામાં આવે તેવી કર્મચારીઓની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...