તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:દૂધના ભાવમાં વધારો કરવા માંગ

સિહોર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાય સમયથી દૂધના વેચાણ ભાવમાં લિટર ફેટે ઘટાડો થયો છે. જયારે ખાણની 50 કિલોની થેલીના ભાવમાં થેલીએ રૂ.100થી રૂ.150 નો વધારો થયો છે. આથી પશુપાલકોને આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો છે. ધરતીપુત્રો બાદ પશુપાલકોને પણ આર્થિક ફટકો પડતાં પશુપાલકો ચિંતાતુર બની ગયા છે. અત્યારે તો ખાણના ભાવમાં વધારો થયો છે. લીલી નીરણનો એક મણનો ભાવ હાલમાં 60થી 70 રૂપિયા છે.

આગામી સમયમાં લીલી નીરણનો ભાવ પણ વધતો જશે. ત્યારે પશુપાલકો માટે પશુઓનો નિભાવ કરવો બહુ જ કપરું બની જશે.આવી પરિસ્થિતિમાં પશુપાલકો કેટલા પશુઓને નિભાવી શકશે એ પણ એક સવાલ છે. અત્યારથી જ આવી પરિસ્થિતિ હોય તો આગામી સમયમાં પશુપાલકોની કેવી હાલત થશે એ કલ્પનાતીત છે !

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો