તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:રાણિયા ડુંગરનો વિસ્તાર ફોરેસ્ટ ઝોન તરીકે જાહેર કરો

સિહોર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોરેસ્ટ અનામત ઝોન જાહેર કરવાથી ખાણ ખનીજ ખનન પ્રવૃતિ અંકુશમાં આવશે

સિહોર છોટે કાશી તરીકે ભાવનગર જિલ્લામાં પ્રખ્યાત છે. આ શહેરની પૂર્વ,દક્ષિણ,અગ્નિ દિશામાં ગિરિમાળાઓ આવેલી છે. સિહોર રામનાથ મહાદેવ મંદિરની પાછળનો ભાગ એટલે બીડના મેલડીમા વિસ્તાર ફોરેસ્ટ ઝોનમાં આવે છે. આનાથી આગળ સિહોર શહેરના રાણિયા ડુંગર વિસ્તાર તથા ગૌતમેશ્વર મહાદેવની પાછળનો વિસ્તાર એટલે કે ગાંધારી ગૌશાળાથી ધોબીના મેલડી મા સુધીનો વિસ્તાર તથા લીલાપીર સુધીનો વિસ્તાર, દીપડિયો ડુંગર, ગૌતમેશ્વર તળાવની આજુબાજુનો જગદીશ્વરાનંદ સ્કૂલ સુધીનો વિસ્તાર ફોરેસ્ટ ઝોન તરીકે જાહેર કરવા ભૌગોલિક રીતે યોગ્ય છે.

આ વિસ્તાર સરકારના રેવન્યુ સર્વે 492માં આવેલો હોય સર્વે નંબર ફોરેસ્ટ ઝોનને બિલકુલ અડીને આવતો હોય અને આ તમામ સરકારી પડતરના સર્વે નંબર ફોરેસ્ટ અનામત ઝોન તરીકે જાહેર કરવામાં આવે તે જરૂરી છે. વન્ય પ્રાણીના રક્ષણ માટે (વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન) તથા જંગલી પ્રાણી બચાવવા આ વિસ્તાર ફોરેસ્ટ અનામત ઝોન જાહેર કરવો જોઇએ અને ખાણ ખનીજ માટે ડુંગર તોડતા અટકાવવા જોઇએ. ખાણ ખનીજવાળા ટોટા ફોડી ડુંગર તોડવાથી વન્ય પ્રાણી સૃષ્ટિના જીવનું હનન થાય છે.રેવન્યુ સર્વે નંબર અને સરકારી પડતર અને ખાણ ખનીજની જમીનને જંગલ ખાતાના ફોરેસ્ટ વિભાગમાં સમાવવા લોકમાંગ ઊઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...