અક્સ્માત:સિહોરમાં એસ.ટી અડફેટે આશાસ્પદ યુવકનું મોત

સિહોર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોરના ગુંદાળા વિસ્તારમાં રહેતા રણછોડભાઇ આતુભાઇ મકવાણાનો દીકરો અલ્પેશભાઇ (ઉ.વ.18) ભાવનગર રોડ પર આવેલ ચેતન હનુમાનજી મંદિરે પરબમાં પાણી ભરી તેના બાઈક પર પરત આવી રહ્યો હતો ત્યારે પાછળથી પુરાપાટ ઝડપે આવતી એસ.ટી. નં.GJ-18-Z-6936ના ચાલકે તેને અડફેટે લેતા અલ્પેશભાઇને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજેલ. બનાવ અંગે મૃતકના પિતાએ  એસ.ટી.ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.  

મહુવામાં તલગાજરડા પાસે તરેડ રોડ નજીક વલીભાઇના ચોકમાં રહેતા અશોકભાઇ કાળુભાઇ વાળા (ઉ.વ.38) કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેનુમોત નિપજ્યુ હતુ. જ્યારે મહુવા યોગી કોમ્પલેક્ષમાં રહેતા મુનીનગરના સંદિપભાઇ વિનોદભાઇ પટેલ (ઉ.વ.42) એ અગમ્ય કારણોસર તેમના ઘરે જાતે ગળાફાંસો ખાઇ લેતા તેનુ મોત નિપજ્યુ છે. સંદિપભાઇ પીજીવીસીએલના કર્મચારી હોવાનુ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...