તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સિહોર SBIમાં બારકોડ સ્ટીકર ખૂટી જતા ગ્રાહકો પરેશાન

સિહોર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બેન્કમાં પ્રિન્ટર પણ બંધ હોય ભારે હાલાકી
 • બારકોડ વગરની બેન્કની પાસબૂક ઓટોમેટિક એન્ટ્રી મશીનમાં પ્રિન્ટ થતી નથી

સિહોરમાં આવેલી એકમાત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા લગભગ કાયમ માટે તેની લંગડાતી સેવા માટે ગ્રાહકોના આક્રોશનું કારણ બનતી રહી છે.કયારેક નેટ બેંકીંગના રાઇટસની સમસ્યા, કયારેક બેંકના કર્મચારીઓનું ગ્રાહકો સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તન. હવે બાકી હતું તો બારકોડ સ્ટીકર ખૂટી જતાં પાસબૂકમાં એન્ટ્રી પડાવવા આવતા ગ્રાહકોને હાલાકી સહન કરવી પડે છે.

સિહોર એસ.બી.આઇ.માં પાસબૂકમાં એન્ટ્રી પાડવા માટે એક ઓટોમેટિક મશીન મૂકવામાં આવ્યું છે. એ મશીનમાં પાસબૂક દાખલ કરો એટલે પાસબૂકમાં એન્ટ્રી પડી જાય. પરંતુ એના માટે પૂર્વ શરત એટલી છે કે જે-તે પાસબૂકમાં બેંક દ્વારા બારકોડ સ્ટીકર લગાડેલું હોવું જોઇએ. સિહોરની એસ.બી.આઇ.એ મોટી શાખા છે. જેમાં હજારો ખાતાઓ છે. તે પૈકીના અનેક ગ્રાહકો રોજ બેંકમાં પાસબૂકમાં એન્ટ્રી પડાવવા આવતા હોય છે.પરંતુ બેંક પાસે બારકોડ સ્ટીકર જ ખૂટી ગયા હોય ગ્રાહકો જાતે પાસબૂકમાં એન્ટ્રી પાડી શકતા નથી.

ઉપરાંત જયાં બારકોડ સ્ટીકર લગાડવામાં આવે છે તે ટેબલના કર્મચારી પાસે એક પ્રિન્ટર મશીન હોય છે. એ કર્મચારી પણ પ્રિન્ટર બંધ છેના બહાના તળે પાસબૂક પ્રિન્ટ કરી આપતા નથી.આજે ખાનગી બેંકોની સુવિધાઓ દિન-પ્રતિદિન વધતી જાય છે.

જયારે દેશની સૌથી મોટી ગણાતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લંગડાતી સેવાથી ગ્રાહકો પરેશાન છે. છેલ્લા ઘણા સમયથી સિહોર એસ.બી.આઇ.માં બારકોડ સ્ટીકર ખૂટી ગયા હોવાથી ગ્રાહકોમાં આ બાબતે કચવાટ છે. અને સિહોર એસ.બી.આઇ. પોતાની લુણો લાગેલી સેવામાં સુધારો કરે અને ગ્રાહકોને ઉત્તમ સેવા આપે તેવી સિહોરવાસીઓની અપેક્ષિત માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો