ભાસ્કર વિશેષ:બાળકો બાળવાર્તાના માધ્યમથી શીખી રહ્યા છે વાંચન લેખન

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ્રુપકા શાળાના શિક્ષકે પુરસ્કારમાં મળેલી રકમ વિદ્યાર્થીઓના ઘડતરમાં અર્પણ કરી
  • વાંચન,લેખન અને ગણનની પ્રક્રિયા મજબૂત બની જાય તો બાળકની શૈક્ષણિક પ્રગતિ થાય

લોકડાઉન દરમ્યાન શાળાઓ બંધ રહેવા પામી હતી. આ સમયગાળા દરમ્યાન ઓનલાઇન શિક્ષણ એક જ માધ્યમ હતું. પરંતુ ગ્રામ્ય લેવલે નેટવર્કની સમસ્યાને કારણે બાળકો જોઇએ એટલું ઓનલાઇન શિક્ષણ મેળવી શક્યા નહોતા. આની વિપરીત અસર બાળકોના અભ્યાસ પર પડી છે. આ અસરને કંઇક અંશે સરભર કરવા ધ્રુપકા શાળા દ્વારા આયોજન કરાયું છે. અને વેકેશન દરમ્યાન બાળકોને બાળવાર્તાના માધ્યમથી વાંચન, લેખન કરાવાઇ રહ્યું છે.

જાણીતા લેખક ડૉ.નિમિત્ત ઓઝાનું કહેવું છે કે બાળકોને મૂછાળી મા એટલે કે ગિજુભાઇ બધેકાનું તમામ સાહિત્ય વંચાવો. આ થીમ આધારિત ધ્રુપકા શાળાના મદદનિશ શિક્ષક હિંમતભાઇ એસ.રાઠોડ દ્વારા બાળકોને ગિજુભાઇની બાળવાર્તાઓના આધારે વાંચનની પ્રેરણા અપાઇ રહી છે. તેઓને માતૃભાષા અભિયાન સંસ્થા દ્વારા રાજ્યના શ્રેષ્ઠ ઇનોવેટીવ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવેલ. ઉપરાંત રૂ.7000/-નો ચેક પણ અર્પણ કરવામાં આવેલ.

આ રકમમાં ગિજુભાઇની બાળનગરી, અરેબિયન નાઇટ્સ, બાળકોનો બિરબલ, પંચતંત્રની વાર્તાઓ આ પ્રકારની બાળવાર્તાઓ અને ગુજરાતી ભાષાની જાણીતી કહેવતો વંચાવવામાં આવે છે.

ઉપરાંત ગુજરાતી -108 શબ્દોના માધ્યમથી લેખન અને વાર્તાઓ અને તેમાંથી પ્રશ્નો બનાવી બાળકોની મૌલિકતા વધારવા અને લેખિત વધારવાનો પ્રયાસ થઇ રહ્યો છે. વેકેશન દરમ્યાન હોંશભેર શાળાએ આવે છે. સવારે સાત વાગ્યે શાળા ખૂલી જાય છે. ઉપરાંત આજના સમયની માંગ મુજબ બાળકોને કોમ્પ્યુટર પણ શિખવવામાં આવે છે.વાંચન,લેખન અને ગણનની પ્રક્રિયા જો એકવાર મજબૂત બની જાય તો બાળકની શૈક્ષણિક પ્રગતિ બહુ સારી થતી હોય છે. આમ,લોકડાઉનમાં રહી ગયેલી કસર પૂરી કરવા બાળકો પણ ઉત્સાહભેર આ અભિયાનમાં ભાગ લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...