તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગુંદાળા વિસ્તારમાંથી બાળકનું અપહરણ

સિહોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સિહોરમાં ભાવનગર રોડ પર આવેલ ગુંદાળા વિસ્તારમાં રહેતા દિનેશભાઇ ઉર્ફે મુન્નાભાઇ શામજીભાઇ મકવાણાનો દીકરો અર્જુન (ઉ.વ.13) ગત તા.28/12ના રોજ પોતાના ઘરેથી 3 વાગ્યે રમવા બહાર ગયેલ અને સાંજના સાત વાગ્યા સુધી પરત ન આવતા દિનેશભાઈ તેમને શોધવા ગયેલ પરંતુ તે મળી ન આવેલ બાદમાં બીજે દિવસે દિનેશભાઈએ ઘરની આજુ બાજુ આવેલ રોલીંગ મીલના કેમેરા તપાસતા તેમનો દિકરો તા.28-12ના રોજ સાંજે 6 વાગ્યે ભાગ્યલક્ષમી રોલીંગ મીલના કેમેરામાં દેખાયેલ અને ત્યાથી જતો રહ્યો હતો અને આજુ બાજુમાં શોધ ખોળ કરતાં આજ દિન સુધી ન મળી આવતા કોઇ અજાણ્યા ઇસમો દ્વારા અર્જુનનું અપહરણ કરી નાસી ગયાનિ ફરિયાદ દિનેશભાઇએ અજાણ્યા શખ્શો વિરુધ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ ઘટના બનતા સિહોરમાં ચકચાર મચી જવા પામી છે. સિહોરમાં બનેલી બાળકના અપહરણની ઘટનાએ ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા અપહરણ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો