તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન ક્વિઝ:ધ્રૂપકાના શિક્ષકે લોકડાઉનમાં શરૂ કરેલી ક્વીઝની સેન્ચ્યુરી

સિહોર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાપુરુષો, સ્વાતંત્ર્ય સેનાની, કવિઓ, લેખકો, વૈજ્ઞાનિકોની જન્મજયંતી અને ધાર્મિક તહેવારોને આવરી લેવાય છે
  • અત્યાર સુધીમાં 60000 જેટલા ઇ-સર્ટીફિકેટ આપવામાં આવ્યા

ધ્રુપકા પ્રાથમિક શાળાના શિક્ષક શૈલેન્દ્રસિંહ આર. ગોહિલે લોકડાઉનના સમયમાં ઓનલાઇન ક્વિઝ શરૂ કરી હતી જેમાં તેઓએ 100 ક્વીઝ બનાવી સેન્ચ્યુરી પુર્ણ કરેલ છે. તેમના દ્વારા દર મહિને આવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો, મહાપુરુષો, સ્વાતંત્ર્ય સેનાની, કવિઓ, લેખકો, વૈજ્ઞાનિકોની જન્મજયંતી અને ધાર્મિક તહેવારો નિમિત્તે ઓનલાઇન ક્વીઝનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમા તેમણે હિંદી દિવસ, વિશ્વ હૃદય દિવસ, વિશ્વ પ્રાણી દિવસ, ગ્લોબલ હેંડ વોશીંગ દિવસ, વિશ્વ ટપાલ દિવસ, વિશ્વ શાંતિ દિવસ,વિશ્વ શિક્ષક દિવસ,સિંહ દિવસ, વાઘ દિવસ, કારગીલ દિવસ, ઓલમ્પિક દિવસ, યોગ દિવસ,અબ્દુલ કલામ, હોમી ભાભા, સતીષ ધવન, સુનિતા વિલિયમ્સ, રતિલાલ બોરીસાગર, પ્રેમાનંદ, મૈથલીશરણ ગુપ્ત,દશેરા, નવરાત્રી, વિજયાદશમી, રથયાત્રા, ગાંધીજી, ભગતસિંહ, ,શ્યામજી કૃષ્ણવર્મા, ભીખાઇજી કામા, રામધારીસિંહ, મદનલાલ ધિંગ્રા, વિનોબા ભાવે વગેરેના જીવન આધારિત 100થી વઘુ ઓનલાઇન ક્વીઝ બનાવી છે જેમાં કુલ 65 હજારથી વધુ લોકોએ ભાગ લીધો છે, અને દરેક ક્વીઝ દરમિયાન ભાગ લેનાર તમામ સહભાગીઓને આકર્ષક અને સુંદર થીમ આધારિક ઇ-સર્ટિફિકેટ આપવામાં આવે છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં 60000 જેટલા ઇ-સર્ટીફિકેટ આપવામાં આવેલ છે.

આ ક્વીઝની વિશેષતા એ છે કે તેમા પ્રાથમિક શાળાથી કોલેજ લેવલના સુધી વિધાર્થીઓ અને શિક્ષકો,એન્જિનિયર, ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓ પણ ભાગ લે છે, આ સિવાય આચાર્ય, પ્રોફેસર,crc, brc, પણ ભાગ લે છે. આ ક્વિઝ ગુજરાત અને ગુજરાત સિવાયના અન્ય રાજ્યના (મહારાષ્ટ્ર, છતીસગઢ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ) લોકો પણ ક્વીઝ આપે છે. અત્યાર સુધીમાં તેમના દ્વારા મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોની 37 ક્વીઝ, જન્મ જયંતિની 55 ક્વીઝ, સ્થાપના દિનની 3 ક્વીઝ અને ધાર્મિક તહેવારોની તહેવારોની 10 ક્વીઝ એમ 100 ક્વીઝ પૂર્ણ કરેલ છે.

તેમના દ્વારા એક બ્લોગનું પણ નિર્માણ કરવામાં આવેલ છે જેમા આ ક્વીઝ્ની તમામ માહિતી અને લીંક મુકવામાં આવે છે. તેમનો બ્લોગ નિયમિત હજારો લોકો જુએ છે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે છે, તેમના બ્લોગના વ્યુઅર દોઢ લાખને પાર છે અને ભારત સિવાયના અન્ય દેશના લોકો પણ આ બ્લોગની મુલાકાત લે છે. તેમના બ્લોગનું એડ્રેસ છે www.visheshdin.blogspot.comતેમના આ ભગીરથ કાર્યમા એમ.સી.રાઠવા આર્ટસ કોલેજ, સંસ્કૃત વિભાગ,પાવીજેતપુર, જ્ઞાનધારા કન્વીનર પ્રા. ડો. રાજેશ આર. કગરાણા અને ભાવનગર યુનિવર્સિટીના નિવૃત પ્રોફેસર ડૉ. નવનીત રાઠોડનું માર્ગદર્શન મળેલ છે, આ ઉપરાંત નેશનલ કક્ષાની ટીમ મંથનના મોટીવેટર શૈલેષકુમાર એન. પ્રજાપતિનો સહયોગ મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...