તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘવારી:કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારો સપ્ટેમ્બરમાં મળશે

સિહોર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યસભામાં મંત્રી અનુરાગ ઠાકુરે જવાબ આપ્યો
  • અત્યાર સુધીના 28%માં બીજું છ માસ સુધીનું મોંઘવારી ભથ્થું ઉમેરાશે

ગત વરસે માર્ચ મહિનામાં કોરોનાના કહેર વચ્ચે કેન્દ્ર સરકારે કરકસરના ભાગરૂપે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવું મોંઘવારી ભથ્થું અટકાવવાની જાહેરાત કરી હતી. અને જૂનું 17 ટકા લેખે મોંઘવારી ભથ્થું શરૂ રાખવાની જાહેરાત કરેલ. અને નવું મોંઘવારી ભથ્થું તા.1/7/21ના દર મુજબ ચુકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હવે જેમ-જેમ તા.1/7 નજીક આવતી જાય છે તેમ-તેમ કેન્દ્રના કર્મચારીઓમાં આ બાબતે ઉત્સુકતા વધતી જાય છે.

ગુજરાતના રાજયસભાના સાંસદ નારણભાઇ રાઠવાએ કેન્દ્રના નાયબ નાણામંત્રી અનુરાગ ઠાકુરને રાજયસભામાં કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોને નવું મોંઘવારી ભથ્થું કયારે અને કેટલું ચુકવવામાં આવશે ? તેવો પ્રશ્ન કરેલ. જવાબમાં મંત્રીએ જણાવેલ કે અત્યાર સુધીના 28 ટકામાં બીજું (તા.30-6-21) છ માસ સુધીનું મોંઘવારી ભથ્થું ઉમેરી તા.1/7/21થી જ ચુકવાશે. આ મોંઘવારી ભથ્થાનો વધારો રાબેતા મુજબ સપ્ટેમ્બરમાં જ મળી શકે છે.

સરકાર ધારે તો અત્યાર સુધીના 28 ટકાનું પેમેન્ટ જુલાઇ-21માં જ કરી શકે છે.સાંસદ નારણભાઇ રાઠવા પોતાના કાર્યકાળ દરમ્યાન ગુજરાતના દરેક જિલ્લામાં કેન્દ્ર સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમની સુવિધા બીએસએનએલના કર્મીઓ અને પેન્શનરોને અપાવે તેવી કર્મચારીઓ અને પેન્શનરોની માંગ છે. હાલ આ સુવિધા માત્ર અમદાવાદ અને વડોદરા શહેરમાં જ ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...