બજારમાં લોકોને અકસ્માતનો ખતરો:સિહોર તાલુકાના સણોસરામાં ટ્રાફિક સમસ્યાના નિકાલ માટે બાયપાસ જરૂરી

સિહોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ હાઇ-વેના અત્યંત સાંકડા રોડથી પરેશાની

સિહોર તાલુકાના સણોસરા ગામે વધતી જતી ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઇ છે. સણોસરાએ સિહોર તાલુકાના મોટા ગામો પૈકીનું એક ગામ છે. આ ગામમાંથી ભાવનગર-રાજકોટ રાજય ધોરી માર્ગ પસાર થાય છે. અને ગામમાં પ્રમાણમાં સાંકડો રોડ છે. આથી અહીં ખાસ્સું ટ્રાફિક રહે છે. રાજકોટ તરફ જતા વાહનોને ખાસ મુશ્કેલી નથી પડતી,પણ ગારિયાધાર તરફ જતી બજાર સાવ સાંકડી હોય અહીંથી ટ્રાફિકની સમસ્યા રહ્યા કરે છે.

લોકોને અકસ્માતનો પણ ખતરો રહે છે. સણોસરાથી ગારિયાધાર તરફ જતાં રસ્તા પર લોકભારતી સંસ્થા આવેલી છે. ઉપરાંત સાંઢિડા મહાદેવ, ઢાંકણકુંડા, નોંઘણવદર, સમઢિયાળા (મુલાણી), પરવડી સહિતના ગામો આવેલા છે. પાલિતાણા તરફના ગામોના વાહનચાલકો પણ રાજકોટ તરફ જવા માટે આ જ માર્ગ પસંદ કરે છે. આથી આ રોડને બાયપાસ બનાવવો અત્યંત જરૂરી છે. આ સમસ્યાનો ત્વરિત ઉકેલ નહી આવે તો અકસ્માતની ભીતિ છે.

આ રહ્યો ઉકેલ
સણોસરા ગામ વટીને પાંચતલાવડા તરફ જતાં રોડની સામેની સાઇડમાં નવો રોડ બનાવવામાં આવે અને આ રોડ આગળ જતાં ગારિયાધાર રોડને મળી જાય, તો સણોસરાની બજારમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવી શકે.

અન્ય સમાચારો પણ છે...