તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સિહોરમાં વધતા જતાં ટ્રાફિકને નાથવા બાયપાસ એકમાત્ર ઉકેલ

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટ્રાફિકની મુશ્કેલી માથાના દુખાવા સમાન
  • ભાવનગર, રાજકોટ અને અમદાવાદ એમ ત્રણેય રોડ પર જી.આઇ.ડી.સી. હોય આયોજન જરૂરી

સિહોર એક એવું શહેર છે કે જે દિવસે-દિવસે ચોતરફ વિકસી અને વિસ્તરી રહ્યું છે. અને આ શહેર રોજ-બરોજ પ્રગતિની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. સિહોરમાં ભાવનગર, રાજકોટ અને અમદાવાદ એમ ત્રણેય રોડ પર જી.આઇ.ડી.સી.ઓ પણ વિકસી છે. ઉપરાંતમાંથી ભાવનગર –રાજકોટ રાજય ધોરીમાર્ગ પણ પસાર થાય છે. આથી આ સિહોરમાં વધતી ટ્રાફિક સમસ્યાને નાથવા બાયપાસની તાતી જરૂરિયાત ઊભી થઇ છે.ભાવનગર પાસે ઘોઘા –દહેજ ફેરી શરૂ થવાને કારણે પણ સિહોરમાં ટ્રાફિક વધ્યું છે.

જામનગર, રાજકોટ, દ્વારકા,ઓખા, અમરેલી, વડિયા, ઢસા, બાબરા,ધારી, પાલિતાણા, ગારિયાધાર, જેસર, સાવરકુંડલા, તુલસીશ્યામ સહિતના મોટા અને જાણીતા શહેરો અને સ્થળોએ જવા માટે પણ આ લોકો આ જ માર્ગ પરથી પસાર થાય છે. બીજી તરફ વસતીના અનુપાતમાં વાહનોની સંખ્યા પણ એટલી જ વધી ગઇ છે. અને સિહોર શહેરમાં તો રોડ આમેય સાંકડો છે. આથી સિહોરમાં રોજ-રોજ ટ્રાફિકની મુશ્કેલી માથાના દુખાવા સમાન બની ગઇ છે. આથી સિહોરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે વહેલામાં વહેલી તકે બાયપાસ બનાવવાની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે. અને લોકોની અપેક્ષિત માંગ છે.

સૂચિત બાયપાસ ક્યાંથી શરૂ થશે ?
ભાવનગર તરફથી આવતા ખાખરિયાના પાટિયા પાસેથી બાયપાસ શરૂ થાય. અને વળાવડ ફાટક પાસે પૂરો થાય. જો આ રીતે સૂચિત બાયપાસ અનુસાર સંબંધિત વિભાગ કાર્યવાહી હાથ ધરે તો સિહોરની ટ્રાફિક સમસ્યા હલ થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...