સમસ્યા:સિહોરમાં બન્ને રેલવે ફાટકો વાહન ચાલકો માટે બન્યા માથાનો દુ:ખાવો

સિહોર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિહોર ચેપ્ટર દ્વારા ઓવરબ્રીજ બનાવવાની માંગ
  • ઘાંઘળી રોડ પર દિવસમાં 38 વખત ખુલે બંધ થાય,વળાવડ પાસે પણ વાહનોની લાઇનો

સિહોરમાં રેલવે ફાટકો વાહન ચાલકો માટે માથાનો દુ:ખાવો સાબીત થઇ રહયાં છે.સિહોરમાં ઘાંઘળી રોડ પર રેલવે ક્રોસિંગ ફાટક આડત્રીસ વખત બંધ થાય છે અને 10 મિનિટથી અડધો કલાક બંધ રહે છે.પાલિતાણા તરફ આવવા જવા માટેનો મુખ્ય રસ્તો હોય દરરોજ વાહનોની એકાદ કિલોમીટર જેટલી લાંબી કતાર બંને બાજુએ જોવા મળે છે. ઘણીવાર ઇમરજન્સી વાહન 108 કે બીજી ઍમ્બ્યુલન્સો પણ ફસાઇ જાય છે.

ઉપરાંત ભાવનગર -રાજકોટ રોડ પર વળાવડ ગામની નજીક પણ રેલવે ફાટક આવેલું છે. આ ક્રોસિંગ સ્ટેટ હાઇ-વે પર આવેલું છે. ઘણો ટ્રાફિક આ રોડ પર રહે છે. ફાટક બંધ થવાથી સમય અને ઇંધણનો વ્યય થાય છે આથી આ બંને જગ્યાએ ઓવર બ્રિજ બનાવવા ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટર દ્વારા બાંધકામ વિભાગના મંત્રીને રજૂઆત કરાઇ છે.આ ફાટક પરથી માલગાડી પસાર થાય છે. દિવસમાં 38 વખત ફાટક બંધ થવાથી હજારો વાહનોને થોભાવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...