ગૌરાંગ ઉલવા
સિહોર એક ઔદ્યોગિક શહેર છે. અને સમગ્ર જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રે સિહોરની નામના છે.સિહોરમાં સરકારી ચોપડે બે GIDC નોંધાયેલી છે. એક નંબરની GIDC ભાવનગર રોડ પર આવેલી છે. અને બે નંબરની GIDC ઘાંઘળી રોડ પર આવેલી છે. જ્યારે લોકમુખે ચાર-ચાર GIDC અસ્તિત્વ ધરાવે છે.
સિહોરની GIDC ઓમાં હાલમાં ફાર્માસ્યુટીકલ, રિ-રોલિંગ મિલો, ફર્નેશ, ટોબેકો ઉદ્યોગ સહિતના વિવિધ ઉદ્યોગો આવેલા છે. અને આ GIDC માં હાલમાં 70 જેટલા યુનિટો છે. જે પૈકી 60 જેટલા શરૂ છે અને દસેક યુનિટો બંધ છે.અત્યારે રિ-રોલિંગ મિલમાં સારી એવી તેજીનો માહોલ છે. અને યુનિટોમાં સ્થાનિક ઉપરાંત હજારોની સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો પણ કામ કરે છે. જેમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાંથી મજૂરો પોતાની આજીવિકા માટે સિહોર આવીને સ્થાયી થયા છે.
આ GIDC માં હાલમાં 70 જેટલા યુનિટો
સિહોરની GIDC એવી છે કે જે ભારત દેશના કેટલાય રાજ્યોના મજૂરોને અહીં રોજી-રોટી અને આજીવિકા આપે છે. જેનાથી તેમના પરિવારજનોનું ગુજરાન ચાલે છે.સરકાર દ્વારા સિહોરની GIDC ને વિકસાવવા માટે આર્થિક સહયોગ આપવામાં આવે. નવી-નવી યોજનાઓ લાવવામાં આવે. નવા-નવા ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવામાં આવે તેવી ઉદ્યોગકારો અપેક્ષા રાખી રહ્યા છે.
ઓલ્ડ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ લાવવા માટે માંગ છે
ભારત સરકારે સ્ક્રેપ યાર્ડ ભાવનગર જિલ્લામાં બનાવાશ એવી જાહેરાત કરી છે. આ જાહેરાતને અનુરૂપમાં સંસાધનો અને જરૂરી સુવિધાઓ હોવાથી સિહોરમાં જ ઓલ્ડ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બને એવી માંગ છે.> હરેશભાઇ પટેલ , પ્રમુખ, સ્ટીલ રિ-રોલિંગ એસોસિએશન, સિહોર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.