હરિયાળી ક્રાંતિ:સર્વોત્તમ ડેરી દ્વારા 1.25 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરાયો

સિહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિહોરની સર્વોત્તમ ડેરી હરિયાળી ક્રાંતિમાં અગ્રેસર
  • ભાવનગર જિલ્લાના 680 ગામડાઓમાં સવા લાખ વૃક્ષો વાવવાનું આયોજન

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સિહોર સર્વોત્તમ ડેરી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે 1,25,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવેલ. જે અનુસંધાને વડાપ્રધાનના જન્મ દિવસે સર ચિલિંગ સેન્ટર ખાતે ડેરીના ચેરમેન મહેન્દ્રભાઇ પનોતના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ.તેમજ 11000 વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ડેરીના મેનેજિંગ ડિરેકટર એચ.આર.જોષી, કર્મચારીઓ,દૂધમંડળીઓના કાર્યવાહકો ઉપસ્થિત રહેલ. આગામી તા.27/9 સુધીમાં ભાવનગર જિલ્લાના 680 ગામડાંઓમાં તેમની સાથે સંયોજિત દૂધ મંડળીઓ 1,25,000 વૃક્ષો રોપવાનો સંકલ્પ પૂરો કરવામાં આવશે. સર્વોત્તમ ડેરી દર વરસે શ્વેત ક્રાંતિની સાથે હરિયાળી ક્રાંતિમાં પણ અગ્રેસર રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...