ક્રાઈમ:વરલમાં જમીન મામલે કૌટુંબિક સભ્ય પર 10 શખ્સોનો હુમલો

સિહોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આપણે ત્યાં કહેવત છે કે જર, જમીનને જોરું એ ત્રણેય કજિયાના છોરું. અને આ ત્રણ પૈકીના એક ઝઘડા કે ઘર્ષણ માટે ઘણીવાર નિમિત બનતા હોય છે. આવો જ એક કિસ્સો સિહોર તાલુકાના વરલ ગામે બનવા પામેલ છે. જેમાં જમીનના ઝઘડા બાબતે વાડીના ફેન્સિંગ તાર અને થાંભલા તોડી નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.

આ સમગ્ર ઘટના અંગે સિહોર પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના વરલ ગામે રહેતા મનુભાઇ બચુભાઇ છોટાળાને તેમના જ કુટુંબીજનો મગનભાઇ ભગવાનભાઇ છોટાળા, આણંદભાઇ ભગવાનભાઇ, ધનજીભાઇ ભીખાભાઇ, નાનજીભાઇ મગનભાઇ, ઘેલાભાઇ ભગવાનભાઇ, મનીષભાઇ લાલજીભાઇ, ધર્મેશભાઇ આણંદભાઇ, મીણાબેન મગનભાઇ, ભાર્ગવભાઇ ઘેલાભાઇ અને રમેશભાઇ આણંદભાઇ સાથે જમીન બાબતે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલતો હોય ઉપરોકત શખ્શોએ એકસંપ કરી મનુભાઇની વાડીના ફેન્સિંગ તાર અને થાંભલા તોડી રૂ.10 હજારનું નુકસાન કરી, મનુભાઇને ગાળો આપી, ઢીકા પાટુંનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મનુભાઇએ ઉપરોકત શખ્શો વિરુધ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...