ત્રાહીમામ:ગરમીનો પારો જેમ વધ્યો તેમ વીજળીના ધાંધીયા પણ વધ્યા

સિહોર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ કચેરીએ ફોન કરવામાં આવે તો સતત વ્યસ્ત
  • સિહોર પંથકમાં ધ્રુપકા સહિતના ગામોમાં ઝબૂક વીજળી ઝબૂકથી ગ્રામજનો ત્રાહીમામ

ઉનાળાની કાળઝાળ દિવસો ચાલી રહ્યા છે સાથે સાથે સિહોર પંથકના ગામડાઓમાં વીજ ધાંધિયા વધી જવાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે. ધ્રુપકા ગામે છેલ્લા કેટલાક સમયથી વીજ ધાંધિયાથી ગામલોકો ત્રાસી ગયા છે. અને આ અંગે ગામ લોકોમાં વીજ તંત્ર વિરુદ્ધ નારાજગી જોવા મળી રહી છે.

ધ્રુપકા ગામે છેલ્લા કેટલાક દિવસોથી વીજ ધાંધિયા વધી ગયા છે. દિવસમાં ગમે ત્યારે વીજળી ગુલ થઇ જાય છે. કયારેક ડીમ લાઇટ થઇ જાય છે. રાત્રિના સમયે પણ વીજળી ગુલ થઇ જાય છે. હાલની કાળઝાળ ગરમીમાં આબાલ વૃદ્ધ સૌ કોઇને વીજળી વગર પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. વીજ કચેરીએ ફોન કરવામાં આવે તો તે ફોન મોટાભાગે વ્યસ્ત જ હોય છે. ધ્રુપકાના ગ્રામજનોને નિયમિત વીજ પુરવઠો મળી રહે તે માટે વીજ તંત્ર યોગ્ય પગલાં લે તેવી લોકમાંગ ઊઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...