નિર્ણય:સિહોરના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણના કેસોને મંજૂરી

સિહોર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાકી 122 કેસોને ઓફલાઇન મંજૂરી માટે મોકલાયા
  • સિહોર તાલુકાના પ્રાથમિક શિક્ષકોના છેલ્લા બે માસમાં 353 કેસો મંજુર થઇ ગયા

રાજ્ય સરકાર દ્વારા તેમના કર્મચારીઓ માટે સમયાંતરે ઉચ્ચતર પગાર ધોરણની જોગવાઇ કરવામાં આવી છે.જેમાં દરેક વિભાગ વાઇઝ અલગ –અલગ ઉચ્ચતર પગાર ધોરણ હોય છે.પ્રાથમિક શિક્ષકો માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રિ-સ્તરીય ઉચ્ચતર પગાર ધોરણની જોગવાઇ કરવામાં આવી છે. આ માટે ગાંધીનગર સ્થિત લોકલ ફંડની કચેરી મંજૂરીની મહોર મારે પછી જ આ ઉચ્ચતર પગાર ધોરણ લાગુ પડતું હોય છે. સિહોર તાલુકાના મોટાભાગના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર થઇને આવતા શિક્ષક આલમમાં આનંદની લાગણી પ્રસરી છે.

સિહોર તાલુકાના પ્રાથમિક શિક્ષકોના છેલ્લા બે માસમાં 31 વર્ષના 4 કેસ, 20 વર્ષના 195 કેસ અને 9 વર્ષના રિવાઇઝ 41 કેસ, 9 વર્ષના રેગ્યુલર 113 કેસ મળી કુલ 353 કેસો મંજુર થઇને આવ્યા છે. અને બાકી રહેલા 122 કેસોને ઓફલાઇન મંજૂરી માટે ગાંધીનગર મોકલી દેવાયા છે. સિહોર તાલુકાના મોટાભાગના શિક્ષકોની ઉચ્ચતર પગાર ધોરણની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. હવે આ શિક્ષકોને જેટલા માસ મોડું ઉચ્ચતર પગાર ધોરણ મળ્યું હશે તેટલાં માસનું એરિયર્સ મળવાપાત્ર થશે. સરકાર દ્વારા એરિયર્સ માટે અલગથી ગ્રાન્ટ ફાળવવામાં આવે તો આ શિક્ષકોને વહેલી તકે તેમનું એરિયર્સ મળી જાય.

અન્ય સમાચારો પણ છે...