તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:સિહોર પોસ્ટ ઓફિસમાં નવા પોસ્ટમમેનની નિમણૂંક

સિહોર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વસતી દિન-પ્રતિદિન વધી રહી છે એક સમયે જયાં સિહોર પોસ્ટ ઓફીસમાં અગિયાર પોસ્ટમેન હતા તે આજે વધતી વસતીના અનુપાતમાં માંડ પાંચ પોસ્ટમેન રહેવા પામ્યા છે.જેથી અત્યારના પોસ્ટમેનોને વધુ વિસ્તારોમાં વિવિધ કામગીરી માટે જવું પડે છે. તેઓને કામનું ભારણ પણ વધી જાય છે. સિહોર પોસ્ટ ઓફિસમાં માત્ર પાંચ પોસ્ટમેનોથી ગાડું ગબડાવાઇ રહ્યું છે આ અંગેના સમાચાર ગત તા.6/9ના દિવ્ય ભાસ્કર ગ્રુપનાં સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રસિદ્ધ થયા હતા. આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ ઉચ્ચ પોસ્ટ કચેરીમાં પડઘા પડયા અને સિહોર પોસ્ટ ઓફિસમાં હાલના તબકકે તાત્કાલિક ધોરણે એક નવા પોસ્ટમેનની નિમણૂક કરવામાં આવી છે.જેનાથી નગરજનોની સુવિધામાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...