તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:સિહોર તાલુકાના શિક્ષકોને મોંઘવારી પુરવણી ન ચુકવાતા રોષ

સિહોર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકારે ત્રણ માસનો પ્રથમ હપ્તો દિવાળી પહેલાં ચૂકવી દેવા પરિપત્ર પણ કર્યો છે

રાજય સરકાર દ્વારા તેમના કર્મચારીઓને 1લી જુલાઇ -2019થી 31 ડિસેમ્બર સુધીનું અગાઉનું મોંઘવારી ભથ્થું ચુકવવાનું બાકી હતું. આથી જીએસટીની સારી આવક બાદ કર્મચારીઓ સારી રીતે દીપાવલીનું પર્વ ઊજવી શકે તે માટે રાજય સરકારે છ માસ પૈકીના ત્રણ માસનો પ્રથમ હપ્તો દિવાળી પહેલાં ચૂકવી દેવા સ્પેશ્યલ પરિપત્ર કરેલ. અને સાથો સાથ દિવાળી પહેલાં ત્રણ માસના એરિયર્સની રકમ જે-તે કર્મચારીને મળી જાય તે માટે જરૂરી ગ્રાન્ટ પણ ફાળવી દીધી હતી.

આમ છતાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના અધિકારીઓની આળસ કે બેદરકારીને કારણે સિહોર તાલુકાના પ્રાથમિક શિક્ષકો તેઓને મળવાપાત્ર હકના નાણાં મળી શકયા નથી. સરકારના સ્પષ્ટ આદેશ છતાં અધિકારીઓ આ હુકમને ઘોળીને પી ગયા. આના માટે જવાબદાર કોણ ? દર વરસે સરકાર તેમના કર્મચારીઓને કંઇકને કંઇક ભેટ આપતી હોય છે. પરંતુ આ વરસની ભેટ વહીવટી તંત્રની ખામીને કારણે સરકારે આપેલા નાણા તેમના કર્મચારીઓના ખાતા સુધી પહોંચી શકયા નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો