તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ભાવનગરથી સિહોરનું ભાડુ વધારી દેવાતા મુસાફરોમાં રોષ

સિહોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિહોરના અસંખ્ય લોકો ધંધા-રોજગાર માટે સિહોરથી ભાવનગર આવ-જા કરે છે. ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય પંથકના લોકોને પણ ભાવનગર જવા માટે વાયા સિહોર થઇને જ જવું પડે છે. જેને કારણે સિહોરથી ભાવનગર સુધીની સીટી બસ સેવાની જરૂરિયાત અત્યંત આવશ્યક બની ગઇ છે.

સિહોર દિવસે -દિવસે ભાવનગર તરફ અને ભાવનગર સિહોર તરફ આગળ ધપી રહ્યું છે. અને આગામી થોડા જ વરસોમાં સિહોર અને ભાવનગર તદન નજીક આવી જશે. સિહોરથી ભાવનગર વચ્ચેના આર્થિક વ્યવહારો પણ વધી રહ્યા છે. સિહોરમાંથી રોજના હજારો રત્નકલાકારો આજીવિકા માટે ભાવનગર અપ-ડાઉન કરે છે. સિહોર તાલુકાના મોટાભાગના ગામોના લોકોને જયારે ભાવનગર જવું હોય ત્યારે તેઓએ ફરજિયાત સિહોર આવવું પડે છે ભાવનગર તળાવથી સિહોર નજીકના ખોડિયાર મંદિર,નારી ગામ,બુધેલ,સિદસર સુધી જો સીટી બસ જતી હોય તો આટલા મોટા સિહોર નગર સુધી સીટી બસ કેમ ન આવી શકે. હાલમાં સિહોરથી ભાવનગર સુધીનું ભાડું રૂ.20 થી વધારીને 30 રૂપિયા કરી દેવાયું છે. જેને લીધે પેસેન્જરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સિહોરથી ભાવનગર દરરોજ હજારો લોકો આવન -જાવન કરે છે. સિહોરની વધતી જતી વસતી અને પ્રગતિને ધ્યાને લઇ, ભાવનગરથી સિહોર સુધીની સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તે સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...