સિહોર તાલુકાના સણોસરાના ગ્રામજનોએ પાણી બાબતે, ભાંખલના ગ્રામજનોએ મોબાઇલ ટાવર બાબતે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. અને હવે સિહોર તાલુકાના ગુંદાળા (ટાણા)ના વાસીઓએ માલધારીઓ ગૌચરની જમીન બાબતે મેદાનમાં આવ્યા છે અને આ બાબતે આવેદન પાઠવી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતા સિહોર પંથકમાં આ મુદ્દો ચર્ચાની એરણ પર ચડ્યો છે.
માલધારી સમાજ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે. ગામમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ રહે છે. આ બાબતે કોઇ ઠોસ કદમ ઉઠાવવામાં નહીં આવે તો ગુંદાળા (ટાણા) ગામનો માલધારી સમાજ ચૂંટણીથી અળગો રહેશે એવી ચીમકી સાથે પ્રાંત અધિકારી, ટીડીઓ અને મામલતદારએ આવેદન પાઠવાયા છે.
ગૌચર જમીન નહીં તો વોટ નહીં
સિહોર તાલુકાના ગુંદાળા (ટાણા) ગામના માલધારી સમાજ દ્વારા ગામની ગૌચરની જમીન તેમજ સરકારી પડતર જમીન પર દબાણ હટાવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ આમ છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઇ નક્કર કાર્યવાહી હાથ ન ધરાતા ગૌચર જમીન નહીં તો વોટ નહીં ના સૂત્ર સાથે ચૂંટણી બહિષ્કાર સુધીની નોબત આવી ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.