તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકશાનીનો ભય:સિહોર પંથકમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા

સિહોર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ આધારિત પાકોનુ વાવેતર કરતા સિહોર પંથકના ખેડૂતોને નુકશાનીનો ભય

તૌકતે વાવાઝોડામાં પડેલા સારા વરસાદને કારણે કેટલાય ખેડૂતોએ વાવણી કરી નાખી હતી. બાદમાં થોડા દિવસો પહેલા પડેલા વાવણીલાયક વરસાદને કારણે બાકી રહેલા ધરતીપુત્રોએ પણ વાવણી કરી નાખેલ. એ પછી છેલ્લા કેટલાય દિવસોથી વર્ષારાણી રિસાઇ જતાં ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.

સિહોર પંથકના મોટાભાગના ગામોમાં વાવણી થઇ ગઇ છે અને ચોમાસામાં ધરતીપુત્રો મોટાભાગે વરસાદ આધારિત પાકોનું વાવેતર કરતાં હોય છે. પરંતુ વાવણી થઇ ગયા બાદ આકાશમાં વરસાદી વાતાવરણ બંધાતું જ નથી અને લગભગ આખો દિવસ ઉકળાટ અને બફારો રહ્યા કરે છે. જેમણે વાવેતર કર્યુ હતું તેમાંથી કેટલુંક બિયારણ નિષ્ફળ ગયું હતું. આથી કેટલાક ધરતીપુત્રોએ ફરીથી વાવણી કરવી પડી. હવે જો વરસાદ નહીં આવે તો ? ધરતીપુત્રોને આ પ્રકારની ચિંતા સતાવી રહી છે.

હાલના સમયે જો વરસાદ નહીં આવે તો કપાસ, મગફળી(શીંગ), તલ, બાજરી, મગ, તુવેર, મઠ, કળથી, અઠદ,મકાઇ, જુવાર સહિતના પાકને વ્યાપક નુકસાન થઇ શકે તેમ છે. બધા જ ખેડૂતો પાસે પિયતની સુવિધા પણ હોતી નથી. આથી અત્યારે તો વરસાદ લંબાશે તો ધરતીપુત્રોની હાલત કફોડી બની જ વાવાઝોડામાં બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું એનાથી ધરતીપુત્રોને મોટું આર્થિક નુકસાન થયું હતું. હવે જો વર્ષારાણીના રિસામણા લંબાશે તો ખેડૂતો માટે મોટી નુકસાની સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...