અકસ્માત:ટાણા પાસે ટેમ્પાની અડફેટે વરલના શખ્સનું કરૂણ મોત, પોલીસ ફરિયાદ નોંધાઈ

સિહોર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પૂરપાટ ઝડપે આવતો ટેમ્પો યમદૂત બની રહ્યો
  • ભગવતી હોટલ નજીક ટેમ્પા ચાલકે ટૂ વ્હિલર સાથે અકસ્માત સર્જાતા એકનું મો

સિહોર તાલુકાના ટાણા અને વરલ ગામ વચ્ચે ટેમ્પા ચાલકે મોટરસાઇકલ સવારને અડફેટે લેતા તેનું મોત નિપજેલ છે. આ અંગે મૃતકના કૌટુંબિક ભાઇએ ટેમ્પા ચાલક વિરુધ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવ અંગે સિહોર પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના વરલ ગામે રહેતા યોગેશભાઇ બટુકભાઇ હળવદિયા મો.સા.(નં. જી.જે.—04- ડી.એચ.2186) લઇને કામ સબબ ટાણા ગામે જતાં હતા તે દરમ્યાન ટાણા-વરલ રોડ ઉપર આવેલ ભગવતી હોટલ નજીક ટેમ્પા (નં.જી.જે.-03-વી-4745)ના ચાલકે પોતાના કબજામાં રહેલ વાહનને પુરઝડપે અને બેફિકરાઇપૂર્વક ચલાવી યોગેશભાઇના કબજાવાળા મો.સા.સાથે ભટકાડી નાસી ગયેલ.

અકસ્માત દરમ્યાન યોગેશભાઇને ગંભીર ઇજા થતાં તેઓને તાત્કાલિક 108માં સારવાર અર્થે સિહોર સરકારી દવાખાને ખસેડવામાં આવેલ. જયાં ફરજ પરના ડોકટરે તેઓને મૃતક જાહેર કરેલ. આ અંગે મૃતકના પિતરાઇ ભાઇ ચેતનભાઇ બાબુભાઇ હળવદિયાએ ટેમ્પા ચાલક વિરુધ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...