સિહોર શહેર ભાવનગર જિલ્લામાં ઔધોગિકક્ષેત્રે અગ્રેસર હોવા છતાં સિહોરમાં બ્લડ બેંકના અભાવે અનેક દર્દીઓને હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલા સિહોરમાં અકસ્માતોનું પ્રમાણ વધી ગયું હોય બ્લડ બેન્કની જરૂરીયાત ઉભી થઇ છે.
સિહોર શહેરની 70 હજારની વસતિ અને 78 ગામડાઓનો સમૂહ ધરાવતું તાલુકા મથક હોવા ઉપરાંત ઔધોગિક ક્ષેત્રે સમગ્ર ભાવનગર જિલ્લામાં સતત વિકસી રહેલું શહેર છે. અહીં કેટલાય ઔધોગિક એકમો આવેલા છે. આ ઉદ્યોગોમાં હજારોની સંખ્યામાં સ્થાનિક અને પરપ્રાંતીય મજૂરો કામ કરે છે.
તાત્કાલિક લોહીની જરૂર સમયે દર્દીઓના સગાને રઝળપાટ
કયારેક ગંભીર હાલતમાં આવેલ દર્દીને તાત્કાલિક લોહીની જરૂર હોય ત્યારે ભાવનગર સુધી પહોંચવામાં કયારેક દર્દીનું મોત પણ નીપજી શકે છે. વસતી તો વધતી જ રહેવાની. અને વસતીની સાથે વાહનો પણ વધવાના જ છે. વાહનો વધશે તો તેની સાથે અકસ્માતોની પરંપરા પણ રહેશે. આથી સિહોર શહેરમાં એકાદ બ્લડ બેંક હોવી અત્યંત આવશ્યક છે. સિહોરમાં સરકારી હોસ્પિટલ ઉપરાંત કેટલીય ખાનગી હોસ્પિટલો અને પ્રસુતિગૃહો પણ આવેલા છે જેને કારણે અહીં અવારનવાર દર્દીઓને લોહીની જરૂરિયાત રહેતી હોય છે. સિહોરમાં વહેલામાં વહેલી તકે બ્લડ બેંક શરૂ થાય એવી પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.