તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ભાણગઢ ગામે લગ્નમાં ગયેલ શખ્સને વેવાઇએ માર માર્યો

સિહોર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિહોર તાલુકાના પાલડી ગામે અગાઉ દીકરાના લગ્ન કરી છુટાછેડા થયા હતા

સિહોર તાલુકાના પાલડી ગામે રહેતા ઘનશ્યામભાઇ કબાભાઇ ચૌહાણના દીકરા હાર્દિકના લગ્ન ભાણગઢ ગામે રહેતા પ્રવીણભાઇ મનજીભાઇ ચુડાસમાની દીકરી માયાબેન સાથે થયેલ. બાદમાં પ્રવીણભાઇને પોતાની દીકરી માયાબેનના હાર્દિક સાથે છુટાછેડા લેવા હોય પરંતુ ઘનશ્યામભાઇ પોતાના દીકરા હાર્દિકના છુટાછેડા કરવા ઇચ્છતા ન હોય જેથી ભાણગઢ ગામે લગ્નપ્રસંગે આવેલ ઘનશ્યામભાઇને પ્રવીણભાઇ અને પ્રકાશભાઇ તેમજ લાલાભાઇએ એકસંપ કરી, અમારા ગામમાં કેમ આવ્યો છે ?

એમ કહી માર મારેલ અને બીજી વાર જો આ ગામમાં દેખાણો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઘનશ્યામભાઇને 108માં સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ. આ અંગે ઘનશ્યામભાઇએ ઉપરોકત ત્રણેય શખ્શો વિરુધ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો