તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • A Grant Of Rs.15 Lakh Has Been Allotted For The Work Of Underground Sewerage In Ambla Village

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:આંબલા ગામે ભૂગર્ભ ગટરના કામે રૂ.15 લાખ ગ્રાંટ ફાળવાઇ

સિહોર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પૂર્વ તાલુકા સદસ્યની રજુઆતનું પરિણામ આવ્યુ
 • ખુલ્લી ગટરને કારણે ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે ગંદકીની સમસ્યા નહીં રહે

સિહોર તાલુકાના આંબલા ગામે ખુલ્લી ગટરને કારણે ગ્રામજનો ત્રાહીમામ પોકારી રહ્યા હતા. આ અંગે આ વિસ્તારના પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાતા સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

આંબલા ગામમાં નહેર ખુલ્લી હોય આંબલા ગામમાં ગંદકીનો ભારે ઉપદ્રવ રહ્યા કરે છે. જેને કારણે આ વિસ્તારના રહીશોને ભારે પરેશાની અને હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ નહેર છોડતા પહેલાં દર વર્ષે ખુલ્લી ગટરને સાફ કરવી પડે છે.

આ ખુલ્લી નહેરની બાજુમાંથી પ્રાથમિક શાળા જવાનો રસ્તો પણ આવેલો છે. બાળકોની અવર-જવર વધારે હોય આ ખુલ્લી નહેર બાળકો માટે જોખમકારક છે. આંબલા ગામે આવેલી આ ખુલ્લી ગટરને ભૂગર્ભ નહેર બનાવવા સિહોર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અમિતભાઇ લવતુકા દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર,સિંચાઇ વિભાગ ભાવનગરને રજુઆત કરવામાં આવી હતી. આરજુઆતને ધ્યાને લઇ નર્મદા,જ.સં.પા.પુ. અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા ભૂગર્ભ ગટર માટે રૂ.15 લાખની ગ્રાન્ટ ફાળવાતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ટૂંક સમયમાં ભૂગર્ભ ગટરનું કામ પણ ચાલું થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો