આયોજન:વિશેષદિન ક્વિઝ ગ્રૂપ દ્વારા કોરોના કાળ દરમિયાન 300 ક્વિઝ તૈયાર

સિહોર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન વિશે 80 ક્વિઝનું નિર્માણ
  • ટીમ દ્વારા ભાગ લેનાર તમામ 1,60 હજાર લોકોને ઇ-સર્ટિફિકેટ આપવામાં આવ્યા

કોરોના કાળમાં છેલ્લા દોઢ વર્ષથી અવિરત મહાપુરુષો, સ્વાતંત્ર્ય સેનાની, કવિ, લેખક, વૈજ્ઞાનિક, ખેલાડીની જન્મજયંતી નિમિત્તે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે વિશેષ દિન ક્વિઝ શ્રેણીનું આયોજન ટીમના સંયોજક શૈલેન્દ્રસિંહ ગોહિલ, જ્ઞાનધારા ગ્રૂપના કન્વીનર પ્રા.ડો.રાજેશ આર.કગરાણા અને રાષ્ટ્રીય કક્ષાની ટીમ મંથનના સંયોજક શૈલેષ પ્રજાપતિના ટીમ વર્કથી 300 ક્વિઝ પૂર્ણ થઈ.

વિશેષ દિન ક્વિઝ શ્રેણીની 300 ક્વિઝ તા. 13 નવેમ્બર 2021ના રોજ પૂર્ણ કરી. સ્પર્ધાત્મક પરીક્ષા અને જનરલ નોલેજની તાલીમ ગુજરાત સહિત ભારતના કેટલાક રાજ્યોના સ્ટુડન્ટને મળી રહી છે. જેમાં પ્રાથમિકથી લઇ યુનિવર્સિટી સુધીના સ્ટુડન્ટ, શિક્ષકો, અધ્યાપકો, આચાર્યો અને વાલીઓ પણ ભાગ લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1 લાખ 60 હજાર જેટલા લોકોએ ક્વિઝમા ભાગ લીધેલ છે. ટીમ દ્વારા ભાગ લેનાર તમામ 1 લાખ 60 હજાર લોકોને ડિજિટલ રીતે ઇ-સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.

ક્વિઝ એડમિન શૈલેન્દ્રસિંહ ગોહિલ અને માર્ગદર્શક પ્રા.ડો.કગરાણા દરેક ક્વિઝના પ્રશ્નો માટે સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી મૌલિક અને માહિતીપ્રદ તથા જીવન સંદેશ મળે એવા પ્રશ્નો ભારે જહેમતથી કાઢી ક્વિઝ મૂકી રહ્યા છે. આ ક્વિઝ શ્રેણી અવિરત ચાલતી રહે એ માટે સહભાગીઓ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ રહ્યા છે.

ક્વિઝ શ્રેણી સાથે તેમના વિશેની માહિતી બીજે ક્યાંય ના શોધવા જતા એક જ જગ્યાએ મળી રહે તે માટે ટીમ દ્વારા એક વેબસાઈટ પણ બનાવેલ છે જેમાં કુલ 300થી વધુ વ્યક્તિ વિશેષની પોસ્ટ મુકેલ છે અત્યાર સુધીમાં આ વેબસાઇટની વિવિધ 10 જેટલા દેશના 3 લાખ 95 હજાર જેટલા લોકોએ વિઝીટ લઈ પોતાના જ્ઞાનમાં વધારો કરેલ છે.

આ ક્વિઝ ગુજરાતી અને હિન્દી ભાષામાં મુકવામાં આવે છે.નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ શિક્ષણની વિવિધ તરાહો વચ્ચે નોલેજનું આદાન પ્રદાન થઇ રહ્યું છે.આ સાથે ટીમ દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે અમૃત મહોત્સવ ક્વિઝનું આયોજન પણ કર્યું હતું જેમાં 80 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન વિશેની જાણકારી મળી રહે તે માટે 80 ક્વિઝનું નિર્માણ “ જરા યાદ કરો કુરબાની” અંતર્ગત રજૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...