પાલિતાણા જેવા પવિત્ર સ્થળે માંસ, મટન, મદીરા અને ખનનની ચાલી રહેલી પ્રવૃત્તિઓ અંગે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા અહેવાલ પ્રકાશિત થયા બાદ તંત્ર સફાળંુ જાગ્યું છે અને ખનન પ્રવૃત્તિને રોકવા માટે ડ્રોન કેમેરાની મદદથી નાઇટ ચેકિંગ શરૂ કરી એક ટ્રેક્ટરને ઝડપી પાડ્યું છે.
પાલિતાણા પોલીસે જુદી-જુદી 6 ટીમો બનાવી દારૂના 159 અડ્ડા પર દરોડા પાડ્યા હતા. જ્યારે ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ 40 કેસ કર્યા હતા. વિવિધ ગુનાખોરી કરનારા 10 સામે કાર્યવાહી કરાઈ છે, જ્યારે સાતને પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે. પાલિતાણા નગરપાલિકાએ પણ ડ્રાઇવ હાથ ધરી ભૂરીબાઈ ધર્મશાળા, પાલનપુર ધર્મશાળા, ત્રિલોકભુવન ધર્મશાળા સામે જાહેરમાં ઘાસ વેચતા પાસેથી 30 મણ ઘાસ જપ્ત કર્યું હતું.
50 મહિલા બૂટલેગર રોજગારની તાલીમ અપાશે
દારૂનો ધંધો કરતી 50 મહિલાની એક મીટિંગ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં મળી હતી, જેમાં પોલીસ અધિકારીઓએ આ મહિલાઓને દારૂથી સમાજને થતા નુકસાન અંગે સમજાવી અન્ય ધંધા માટે તાલીમબદ્ધ બની આત્મનિર્ભર બનવાની અપીલ કરી હતી. ભગિની મહિલા મંડળની બહેનોએ કાઉન્સેલિંગ કરી બ્યુટી પાર્લર, ખાખરા, સીલાઇ કામ, સહિતના રોજગાર માટે તાલીમબદ્ધ કરવા અને સરકારી લાભ આપવા ખાતરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.